Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પોરબંદર બારમાસી બંદરના વિકાસ માટે પ્રજાના પ્રતિનિધિઓ સરકારમાં અસરકારક રજુઆતો કરે તેવી માંગણી

(હેમેન્દ્ર કુમાર પારેખ દ્વારા) પોરબંદર, તા., ૧૦: ભાજપ સરકાર પુર્વ સરકારની ભરપુર ટીકાઓ કરે છે તેઓ જ માને  છે કે પોતાનો વિકાસલક્ષી પક્ષ છે અને તે વિકાસ દેશનો કરાવી શકે તેમ છે. આ ભ્રમણા હોય તેમ લોકશાહીનો મજબુત પાયો લોક જાગૃતી મતદાતાઓ સાથે સંકળાયેલ બંધારણ મતદાનથી ચુંટાતા પ્રતિનિધિઓ સ્થાનીક સ્વરાજ સંસ્થાઓથી લઇ વિધાન સભા લોકસભા રાજયસભામાં જનાર પ્રતિનિધીઓ મંત્રીશ્રીઓ કરતા વધુ તેજદાર જવાબદારી નિભાવે છે પરંતુ ફરજ સાથે સતાના અવઢવમાં રાજધર્મ ફરજધર્મ ભુલ્યા છે તેવું ચર્ચીત છે.      

વિકાસના મુદા પર આગળ વધતા પોરબંદરનું જુનુ અને નવુ સુભાષનગર બારમાસી બંદરનો પુર્વ સમયની આર્થીક જીવાદોરી હતુ તેવો સ્પષ્ટ ઉલ્લેખ પોરબંદર રાજયના સતાવાર મુખપત્ર સ્ટેટ ગેઝેટમાં કરવામાં આવેલ છે. એક જ આ બંદર પોરબંદરના વિકાસમાં મહત્વપુર્ણ આર્થીક નાણાકીય આવક પુરી પાડતુ તેમજ રાજય અર્મ, રાજય સરકારી કચેરી વહીવટનો બોજો ઉપાડતુ ૮ આઠ માસ સીઝની હોવા છતા બંદર પોરબંદરના વિકાસમાં મહત્વપુર્ણ હ્ય્દય ગણવામાં આવતુ આજે પણ મહત્વ પુર્ણ પોરબંદરનું બંદર રાજય કે કેન્દ્ર સરકારની વિદેશી હુંડીયામણથી સરકારની તિજોરી છલકાવી દયે તેમ છે.

સને ૧૯૭૮ની સાલમાં પોરબંદરનું સુભાષનગર બારમાસી જેટી બંદર કાર્યરત થયું ત્યારે તેની આવક આંકડા જુઓ કેટલી વિદેશી સ્ટીમર્સ માલ લેવા ઉતારવા પરીવહન માટે આવતી જતી કેટલી ચાર્ટર સ્ટીમર ભરાતી આઠ માસની સીઝની બંદરની આવકના આંકડા તપાસી જુઓ. જેટી ન હતી ત્યારે પોરબંદરના અરબી સમુદ્રમાં વચ્ચમાં સ્ટીમરો લંગર કરી ઉભી રહેતી એકી સાથે સીઝન આખરે સાતથી આઠ કે તે કરતા પણ વધુ લંગર કરતી આઠ આઠ દસ દસ દિવસની દિવસ રાત્રી દરમ્યાન ટેલી ચાલુ રહેતી અને શ્રમીકોને રોજગારી પુરતુ પાડતુ બારમાસી બંદર સાથે જુની જેટ્ટી પર માલ પરીવાહન માટે સ્વદેશ તેમજ વિદેશના વહાણો આંતરરાજય વિદેશથી માલ પરીવાહન કરતા વિદેશી હુંડીયામણ મેળવી આપતું.

આ બંદર આધુનીક સુવિધા ધરાવતુ તેમ જ બે બે જેટ્ટી ધરાવતુ રાષ્ટ્રને ધીકતી આર્થીક આવક રળી આપશે. આજે વેરા ન જેવી સ્થિતિ દિવસે દિવસે થતુ જાય છે તે પાછળ પોરબંદરનું સ્થાનીક રાજકારણ મહત્વપુર્ણ ભાગ ભજવી રહેલ છે. વિકાસ અટકાી પડેલ છે. તે સાથે વિદેશી હુંડીયામણની મોટી ખોટ રાષ્ટ્રને પોરબંદરનું સ્થાનીક રાજકારણ અવરોધ બાધક બનેલ છે. મુઠ્ઠીભર વ્યકિતઓએ પોતાના નીજ સ્વાર્થ ખાતર સાગર ખેડુતોની ઉન્નતી વિકાસ યાત્રાને અટકાવી રહયા છે.

પૂર્વ સાંસદ સ્વ. ગોરધનભાઇ જાવીયા તથા સ્વ. વિઠલભાઇ રાદડીયાને સ્થાનીક રાજકારણ અંગે અણસાર આવતા કરવટ બદલી અને પોતપોતાની હૈયા ઉકલતાથી પોરબંદરનું વિકાસ કાર્ય હાથ ધરેલ. તેમાં મહત્વએ રહેલ પ્રાધન્ય સમજણ સાથે અટકી ગયેલ પોરબંદરના બંદર પુનઃ જીવંત કરવા રૃા. પાંચસો  સો પચ્ચીસ કરોડની ગ્રાન્ટ જી. એમ. બી. ને સોંપેલ ત્યારબાદ ફીશરીઝ વિભાગને જવાબદારી સોંપાણી પરંતુ ફીશરીઝ વિભાગ ગુંચવાયેલ છે. સરકારશ્રીમાંથી સાગર ખેડૂ લાભાર્થી તેમજ અંદર વિકસીત ગ્રાન્ટનો લાભ છેવાડા સુધી પહોંચતો નથી. તેવી પણ ફરીયાદ રહી છે. પૂર્વ છૂટક છૂટક સમય આંતરે રાજય સરકારમાંથી તેમજ કેન્દ્ર સરકારમાંથી પોરબંદર બાર માસી બંદરના વિકાસમાં કુલ પંદર સો કરોડ રૃપિયા જેટલી ગ્રાન્ટ આવેલ. પરંતુ તે ગ્રાન્ટ કયારે આવી કયાં વપરાણી વિકાસનું શું કાર્ય થયું હાથ ધરાણું. કાર્યરત છે કે નહિં. વિગેરે બાબતો પ્રશ્નાર્થ સર્જે છે.

પ્રાથમિક જરૃરીયાતો ડ્રેઝર, બાર્જીસ, બ્રાન્ચ, ખરીદી તેમજ અન્ય સુવિધા ઉભી કરવા માટે આવે છે તેનો કોઇ હિસાબ ખરો!  મહત્વનું અંગ રેલ્વે ગણાય છે. જે પોરબંદર દેશી રજવાડાના સમયથી જુના બંદરમાં ડોકસ્ટેશન સહિત રેલવે ટ્રેક કાર્યરત હતો. બારમાસી સુભાષનગર નવા જેટ્ટી બંદર સક્રિય કાર્યરત થતાં ત્યાં પણ રેલ્વે ટૂંક નવી નાખવામાં આવી બન્ને અંદરો પર ડોક ટ્રેન-યાને હાર્બર ટ્રેન કાર્યરત હતી. જે રાજયને ત્યારબાદ ભારત સ્વતંત્ર થતાં સૌરાષ્ટ્ર રાજયને આર્થિક આવક આપતી. સહેલાયથી માલ પરિવહન એક સ્થળથી બીજા સ્થળે રેલ્વે મારફત કરવામાં આવતું. સને ૧૯૮૬ માં ગેજ પરિવર્તન કામગીરીમાં રેલ્વે ટ્રેઇક ગેજ પરિવર્તન અવઢમાં રહી જતાં જે તે સમયે પૂર્વ સાંસદ સ્વ. ગોરધનભાઇની દરમ્યાનગીરીથી સને ૧૯૮૩ ની ર૧ માર્ચના પત્રથી રૃા. ર૦.૧૮ લાખ વધારાના ૬૧/૪  ટકા મંજૂર કરેલ. નવી ગેજ પરિવર્તની કામગીરી હાથ ધરવા રેલ્વે મંત્રાલયે ગ્રાન્ટ ફાળવી ભાવનગર ડીવીઝનને હેડ મુંબઇ મારફત મોકલી આપેલ. આ પૂર્વ સાંસસદ ગોરધનભાઇ દ્વારા ભાવનગર ડીવીઝનમાં ડી. આર. યુ. સી. સભ્ય તરીકે નિમણુંક પામેલ એચ. એમ. પારેખની સફળ રજૂઆતથી મંજૂર કરવામાં આવેલ છે. પરંતુ રાજકારણીઓ આ વિકાસની કામગીરી આગળ ચાલવા દેતા નથી. તેવી ચર્ચા છે.  સાંસદ સભ્યશ્રીએ ખારવા સમાજના મોભી પાસે જવુ જરૃરી છે તેમની સમસ્યા સજવી જરૃરી છે જે તેની ભાષામાં જળ વહેવારનું જ્ઞાન તેમજ બારમાસી બંદરની ભુગોળ તેમજ કિનારાની ભુગોળનું જ્ઞાન સાથે જાણકારી મેળવવાની કરોડો રૃપીયાના ખર્ચે રાજકારણીઓએ પોતાના નજીવા સ્વાર્થ માટે પોરબંદરની આર્થીક કરોડ રજુ મણકો બંદર તોડી નાખેલ છે. તેને વિકાસના ઓપરેશનથી રીપેર કરી શકાય તેમ છે. સાંસદ સભ્યએ તરીકે વ્યકિતગત મુલાકાત લેવી જરૃરી છે સમસ્યા હલ થાય અને યશના ભાગીદારી રાહ જોઇ રહી છે. જયારે માયલાવાડીની ભુગોળ સમજવી જાણવી જરૃરી છે. કુછડી બંદર ખસેડવાની વાત પરંતુ રાજકારણીઓનો અંગત સ્વાર્થ જેથી ખારવા સમાજની વ્યાજબી ન્યાયપુર્ણ રજુઆતને સફળ થવામાં વિધી બાધકરૃપ ગણાય છે તેવું ગણીત મંડાય રહેલ છે કાંઇક અંશે વિચારણા માંગે છે. સરકારમાં પણ તટસ્થ રજુઆત કરી ન્યાય અપાવવો જરૃરી છે.

(1:28 pm IST)