Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

વેરાવળ પ્રકાશ કોમ્પલેક્ષ વિસ્તારમાંથી નવજાત જીવંત બાળકી મળી આવતા ભારે ખળભળાટઃ ગંભીર હાલતમાં સારવારમાં

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૦: પ્રકાશ કોમ્પલેક્ષ વિસ્તારમાં રહેવાસી વ્હેલીસવારે ચાલીને જતા હતા ત્યારે કોઈ બાળકનો રોવાનો અવાજ આવતા તે બાજુ જોતા શ્વાન હોય તેથી તેમને દુર કરેલ હતા અને તાત્કાલીક પોલીસને જાણ કરેલ હતી તેથી પોલીસે ધટના સ્થળે આવી બાળકીને સરકારી હોસ્પીટલે ખસેડેલ હતી ગંભીર જણાતા ખાનગી હોસ્પીટલમાં સારવારમાં લાવેલ હતા ત્યાં તેની સ્થીતી સ્થિર હોવાનું પોલીસે જણાવેલ હતું.

વેરાવળ શહેરમાં માતા એ જન્મતા વેતજ ફુલ જેવી બાળકીને મઘ્યરાત્રી એ પ્રકાશ કોમ્પલેક્ષ જેવા વિસતારમાં ત્યજી દીધેલ હોય આ વિસ્તારમાં દ્રષ્ટીબેન રજનીભાઈ લાખાણી લેબ ટેકનીશીયન વ્હેલીસવારે દરરોજ ચાલવા જતા હોય તે ચાલવા નિકળેલ હતા ત્યારે કોઈ બાળકનો રૃદન નો અવાજ સંભાળાતા આજુ બાજુ નજર કરતા ખુણામાંઅવાજ આવતો હતો અને તેની બાજુમાં શ્વાન પણ નજરે પડેલ હતા તેથી ત્યાં દોડી ગયેલ હતા અને ત્યાં નવજાત બાળકીને જોતાજ તેમને ધડીભર નો પણ વિલંબ કર્યા વિના ૧૮૧ ને જાણ કરતા પોલીસે પણ ગંભીરતા સમજી તાત્કાલીક ઘટના સ્થળે આવી ગયેલ હતી અને આ બાળકીને તાત્કાલીક સરકારી હોસ્પીટલે સારવારમાં ખસેડેલ પણ આ બાળકીને શ્વાનો દ્રારા ઈજાઓ થયેલ હોય જેથી આદિત્ય બિરલા હોસ્પીટલમાં ગંભીર હાલતમંંા ખસેડેલ હતી જયાં ફરજ ઉપરના ડોકટરો તથા બાળકોના ડોકટરોએ તાત્કાલીક સારવાર કરેલ હતી જેથીબાળકી ની સ્થિતી સામાન્ય બનેલ હતી આ બનાવની પોલીસે ગંભીરતાલઈ ચારેય બાજુ શોધખોળ હાથ ધરેલ હોય તેમાં સફળતા મળેલ છે પણ તપાસ બાકી હોય જેથી જે માતા અને તેની સાથેના આ બાળકીને ત્યજી અને નાખી ગયેલ હોય તેના ઓળખ મળી ગયેલ હોવાનું જાણવા મળેલ છે.

પ્રકાશ કોમ્પલેક્ષ જેવા પ્રતિષ્ઠીત વિસ્તારમાં ફુલ જેવી બાળકી મળી આવતા ભારે ચકચાર ફેલાયેલ છે આજે પણ દીકરી ને દુધ પાઈ દેવાનો રીવાઝ નેા સીલસોલી આધુનીય યુગ માં પણ પથાવત છે તે પુરનાવત થયેલ છે શહેરભરમાં આ ચર્ચાનો વિષય બનેલ છે.

(1:20 pm IST)