Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સુરેન્દ્રનગરના પાટડીમાં બે ઈંચઃ મૂળીમાં અડધો ઈંચઃ ૧૦ તાલુકામાં હળવા-ભારે ઝાપટા

રાજકોટ, તા. ૧૦ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધૂપછાંવ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે હળવો-ભારે વરસાદ વરસી જાય છે. આજે સવારે ૧૦ થી ૧૨ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં બે ઈંચ તથા મૂળીમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો છે.

આ સાથે પાટડીમાં સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે. જેમાં જૂનાગઢ, હળવદ, જાફરાબાદ, મહુવા, લખતર, રાણાવાવ, ઉપલેટા, ધ્રાંગધ્રા, વઢવાણ, લીંબડીનો સમાવેશ થાયછે.

(1:17 pm IST)