Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

આર્મીમેનને મારવાના મામલે વંથલીના તત્કાલીન પીએસઆઈ-માણાવદરના પોલીસ ડ્રાઈવર પણ સસ્પેન્ડ

માજી સૈનિકોના અનશન-રજૂઆતના પગલે એસપીનું પગલુ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૦ :. આર્મીમેનને માર મારવાના મામલે વંથલીના તત્કાલીન પીએસઆઈ અને માણાવદરના પોલીસ ડ્રાઈવરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

માણાવદર તાલુકાના બાંટવા પોલીસ સ્ટેશન હેઠળના પાદરડી ગામના આર્મીમેન અને તેના પરિવારજનોને પોલીસે ઢોર માર માર્યો હતો. જેનો વિડીયો વાયરલ થયો હતો. આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.

આ બાબત ધ્યાને આવતા એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ બાંટવાના બે પોલીસકર્મીને સસ્પેડ કરી દીધા હતા.

દરમ્યાન ગઈકાલે જૂનાગઢ એસપી કચેરી ખાતે મોટી સંખ્યામાં માજી સૈનિકો અને ફૌજી જવાનોએ અનશન કર્યા હતા અને જવાબદાર પોલીસકર્મીઓને ડીસમીસ કરવાની માંગ સાથે એસપીને રજૂઆત કરી હતી.  બીજી તરફ આર્મીમેનને માર મારવાના મામલામાં તે સમયે વંથલી ખાતે ફરજ બજાવતા અને હાલ લીવ રીઝર્વ પીએસઆઈ એસ.એન. ક્ષત્રિય અને માણાવદરના પોલીસ ડ્રાઈવર જીજ્ઞેશ રવૈયા કસુરવાર હોવાનું જણાતા આ બન્નેને પણ એસપી રવિ તેજા વાસમસેટ્ટીએ ગઈકાલે સસ્પેન્ડ કરી દીધા હતા. આ મામલે ઉચ્ચકક્ષાએ રિપોર્ટ કરી બાદમાં કાર્યવાહી કરવાની ખાત્રી મળતા આંદોલન મોકુફ રાખવામાં આવ્યુ હતું.

(11:54 am IST)