Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ધોરાજીમાં બે વર્ષ વિરામ બાદ ગણેશ મહોત્સવનો ઠેર ઠેર પ્રારંભ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા.૧૦: ધોરાજીમાં આજરોજ ગણેશ ચતુર્થીના પાવન પ્રસંગે શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.

કોરોના મહામારીના સમયમાં બે વર્ષ ઉત્સવ બંધ રહ્યા બાદ રાજય સરકારે નિયમો અનુસાર ગણેશ મહોત્સવ જવાની છૂટ આપતા ધોરાજીમાં અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ થયો હતો. ધોરાજીના રાજ ગ્રુપ દ્વારા સ્ટેશન પ્લોટ કા રાજા ગણેશ મહોત્સવનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો જેમાં આયોજક દ્યનશ્યામભાઈ રૂદ્યાણી ગૌરવભાઈ રૂદ્યાણી જય રૂદ્યાણી વગેરે મહાનુભાવો ગણેશ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે

વિશાલ એપાર્ટમેન્ટ રાજા ધોરાજીના સ્ટેશન રોડ ઉપર વિશાલ એપાર્ટમેન્ટમાં વર્ષોથી રાબેતા મુજબ ગણેશ મહોત્સવનો આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ વિશાલ એપાર્ટમેન્ટના તમામ પરિવારો દ્વારા ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે

ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ ખાતે ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન ધોરાજીના બાલધા ચોરા કડીયાવાડ સ્વામિનારાયણ મંદિર પાસે ગણેશ મહોત્સવ લતાવાસીઓ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે આજે પ્રથમ દિવસે વિશાલભાઈ ધીનોજા દરેક પૂજા મહાઆરતી સહિત ધાર્મિક વિધિ સાથે ગણેશ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ સાથે ધોરાજી શહેરના અનેક વિસ્તારોમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે બે વર્ષના વિરામ બાદ રાજય સરકારે છૂટ આપતા લોકોમાં ધાર્મિક લાગણી વધુ જોવા મળી રહી છે. 

(11:13 am IST)