Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ટંકારા નજીકથી બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર ઝડપાયો

ઈંગ્લીશ દારૂની ૨૩૦ બોટલ અને બોલેરો કાર સહીત ૩.૧૯ લાખનો મુદામાલ જપ્ત.

ટંકારા પોલીસ ટીમે બોલેરો ગાડીમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરનાર રાજસ્થાની શખ્શને ઝડપી લઈને ઈંગ્લીશ દારૂનો જથ્થો અને બોલેરો કાર મળીને કુલ રૂ ૩.૧૯ લાખનો મુદામાલ કબજે લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
ટંકારા પોલીસની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન બોલેરો ગાડી જીજે ૦૮ એયુ ૩૩૮૪ વાળી શંકાસ્પદ જણાતા ગાડીને આંતરી તલાશી લેવામાં આવી હતી જેમાં કારમાંથી ઈંગ્લીશ દારૂની ૨૩૦ બોટલ કીમત રૂ ૬૯,૦૦૦ નો દારૂનો જથ્થો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો અને બોલેરો કાર સહીત કુલ રૂ ૩,૧૯,૦૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો હતો અને આરોપી દિનેશ ભગવાનારામ નેણ બિશ્નોઈ રહે રાજસ્થાન વાળા ઈસમને ઝડપી લઈને આરોપીની વધુ પૂછપરછ ચલાવી છે
જે કામગીરીમાં ટંકારા ઇન્ચાર્જ પીએસઆઈ ડી વી ડાંગર, વિજય બાર, ખાલીદખાન રફીકખાન, હિતેશ ચાવડા, સિદ્ધરાજસિંહ ઝાલા, સિદ્ધરાજસિંહ જાડેજા, રમેશભાઈ રબારી સહિતની ટીમ જોડાયેલ હતી.

(8:57 pm IST)