Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબી પેપરમિલમાં લોડર હડફેટે યુવાનનું મોત

તીર્થક પેપરમિલના શેડમાં લોડર પાછળ જોયા વગર ગફલતભરી રીતે ચલાવતા વેસ્ટ પેપરનું કામ કરતો યુવાન હડફેટે ચડી જતા મોત નીપજ્યાની ફરિયાદ

મોરબીની લીલાપર ચોકડી નજીક તીર્થક પેપરમિલના શેડમાં લોડર પાછળ જોયા વગર ગફલતભરી રીતે ચલાવતા વેસ્ટ પેપરનું કામ કરતો યુવાન હડફેટે ચડી જતા તેને ઈજા થતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

  મળતી માહિતી મુજબ મોરબીની લીલાપર ચોકડી નજીક વરિયા નળિયા કારખાનાની ઓરડીમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કાળુભાઈ લખમણભાઈ બાબરિયાએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધવી છે કે તેની દીકરો અજય ઉ.૧૯ તીર્થક પેપર મિલના કારખાનામાં વેસ્ટ પેપર નાખતો હતો ત્યારે આરોપી લોડર જીજે ૧૫ બીબી ૫૧૯૧ ના ચાલકે લોડર આગળ પાછળ જોયા વિના ગફલતભરી રીતે ચલાવી અજયને હડફેટે લેતા તેને માથામાં ગંભીર ઈજા પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ઘરી છે

(5:29 pm IST)