Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબીના રાજપર ગામ નજીક કારે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકનું સારવારમાં મોત.

મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબીના રાજપર ગામ નજીક આનંદ પાર્ટી પ્લોટ સામે પુરપાટ ઝડપે આવતી સ્વીફટ કારના ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

મોરબીના રાજપર રોડ પર પુરપાટ ઝડપે આવતી એક અજાણી સ્વીફ્ટ કારના ચાલકે આનદ પાર્ટી પ્લોટ સામે જીજે ૧૦ સીએ ૭૬૩૦ ને ગત તા.૧૨-૦૭ ના રોજ હડફેટે લેતા બાઈક ચાલક વિજયભાઈ રોડ પરથી ફંગોળાઈ જતા માથામાં ઈજા થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોય દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું

 આ  મામલે મૃતક વિજયભાઈના પિતા મગનભાઈ જાદવજીભાઈ પરસોંડાએ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(2:07 pm IST)