Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

મોરબી ઠરેલી રાખ સમજી મહિલા તેના પરથી ચાલવાજતા ગંભીર રીતેદાઝી, સારવારમાં મોત.

વિરપરડા ગામની સીમમાં શ્રમિક મહિલા બોઇલરની રાખ ઉપર ચાલવા જતા દાઝી જતા સારવારમાં મોત

મોરબી :  શોર્ટકટ રસ્તા હમેશા જોખમી હોય છે, ત્યારે આવાજ એક કિસ્સામાં લાકડાના કારખાનામાં કામ કરતી મહિલા પાન-માવા લેવા જવા માટે કાદવ કીચડ હોવાથી રાખનાં ઢગલા પાસેના શોર્ટકટ રસ્તે પસાર થતા દાઝી જતા એકાદ માસની સારવાર બાદ દમ તોડી દીધો હોવાનું સામે આવ્યું છ

  આ ઘટના અંગે પોલીસ દફ્તરેથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ જામનગર ખોડિયાર કોલોનીમાં રહેતા અને હાલમાં મોરબીના વિરપરડા ગામની સીમમાં આવેલ ઇટલવા વુડસ ફેકટરીમાં રહેતા હંસાબેન મહેશભાઇ જોષી (ઉ.વ.૫૫) નામના મહિલા ગત તા.૧૦ જુલાઈના રોજ સવારે પાન-માવાની કેન્ટીને જતા સમયે દાઝી જતા એક મહિનાની સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ હંસાબેન ગઇ તા.૧૦ જુલાઈના રોજ સવારમાં પાન-માવા વાળી કેન્ટીને માવા લેવા જતા હતા અને વરસાદના લીધે ગ્રાઉન્ડમાં કાદવ હોય જેથી તે ટુંકા રસ્તે જતા હતા. આ રસ્તામાં કંપનીની બોઇલરની રાખ ઠંડી થવા રાખેલ હોય જે રાખ ઠંડી થઇ ગયેલ હશે તેમ માની હંસાબેન તેના ઉપરથી ટુંકા રસ્તેથી જતા આ બોઇલરની રાખ ઉપરથી ઠંડી હોય પરંતુ નીચે ગરમ હોવાથી હંસાબેન ગંભીર રીતે શરીરે દાઝી જતા સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટના અંગે પોલીસે એ.ડી. નોંધી તપાસ શરૂ કરી છે.

(2:02 pm IST)