Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જેતપુરના ચકચારી દુષ્કર્મ કેસમાં ગર્ભપાતની મંજુરી આપતી જેતપુર સેસન્સ કોર્ટ

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા.૯: સીટીના રહીશે ફરીયાદ નોંધાવેલ કે તેઓની ૧૮ વર્ષ અને ૧૦ માસ વાળી સગીર વયની દીકરીને આરોપી લલચાવી ફોસલાવી ભગાડી ગયેલ અને તેણી ઉપર વારંવાર દુષ્કર્મ કરેલ છે.

ઉપરોકત બનાવ સંબંધેની ફરીયાદ નોંધાયા બાદ જેતપુર સીટી પોલીસે તપાસ ચાલુ કરી આરોપીની અટક કરેલી અને કોર્ટે આરોપીને જેલ હવાલે કરેલ છે. ઉપરોકત ગુન્હામાં તપાસ દરમ્યાન બળાત્કારનો ભોગ બનનાર સગીરા જે માત્ર ૧૮ વર્ષ ૧૦ માસની સગીર વયની હોય તે ૬ અઠવાડીયાની ગર્ભવતી હોય તેણીને ગર્ભપાત કરાવવાની જરૂરીયાત હોય અને સમાજમાં પણ આ બાળકના જન્મથી તેણીને સામાજીક મુશ્કેલીઓ ઉભી થાય તેમ હોય તેમજ શારીરીક રીતે પણ બાળકનો જન્મ આપવાથી મુશ્કેલીઓનો સામનો કરવો પડેલ તેમ હોય તેથી તેણીને અને તેના માતા-પિતાની સંમતીથી કોર્ટમાં ગર્ભપાત કરવાની પરવાનગી અને ડો.ઉપર યોગ્ય આદેશ કરવા માટે અરજી કરેલી જેથી ગર્ભપાત કરતા જે ભ્રુણ(ગર્ભ) હોય તેનો ડી.એન.એ. લઈ શંકાય તે પ્રકારે આરોપી સામે કાયદાનો ગાળીયો મજબુત થઈ જાય તે માટે મેડીકલ ટર્મીનેશન ઓફ પ્રેગ્નેન્સી એકટની જોગવાઈઓ મુજબ અરજી કરેલી છે.

ત્યારબાદ જેતપુરના મહે.એડીશનલ સેસન્સ જજ સાહેબની કોર્ટમાં આદેશ મેળવવા અરજી કરતા જેતપુરના મહે.એડીશનલ સેસન્સ જજ આર.આર.ચૌધરી સાહેબે મહીલા એડવોકેટ મીસ પારૂલ જી.સિંધવડની દલીલો સાંભળી ભોગ બનનાર સગીરાની કાઉન્સેલીંગ કરી યોગ્ય નીર્ણય હોય તે મુજબ ભોગ બનનાર તેના માતા-પિતા સાથે હાજર રહીએ થી કાયદાની જોગવાઈઓનું ચુસ્તપણે વગર ચુકે પાલન કરી તેઓની ઈચ્છા મુજબ આગળની કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.

(1:41 pm IST)