Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જૂનાગઢ જિલ્લા મથકે રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષા યોજાઈઃ ૫૮૫૦ ઉમેદવારો હાજર - ૬૨૫૮ ગેરહાજર

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૯ :. ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-૩ની ૨૦૨૦-૨૧ની પ્રિલીમીનરી પરીક્ષા ગઈકાલે જૂનાગઢ જિલ્લા મથકે યોજાઈ હતી.

જેમાં જીલ્લા કલેકટરશ્રી રચિતરાજના સુપર વિઝન હેઠળ સ્ટ્રોંગ રૂમ, કંટ્રોલર ઝોનલ ઓફિસર, આસિ. કોર્ડિનેટર ૫૧ આયોગ પ્રતિનિધિ (વર્ગ-૧,૨) ૫૧ તકેદારી અધિકારી (વર્ગ ૧,૨) ૫૧ સ્થળ સંચાલક અને અન્ય સ્ટાફની નિમણૂક કરવામાં આવી હતી. આ પરીક્ષા અંગે બેઠક વ્યવસ્થાથી માંડી મોટાભાગની જવાબદારી જેમના શિરે હતી તેવા જીલ્લા શિક્ષણાધિકારી શ્રી આર.એસ. ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે આ પરીક્ષામાં જૂનાગઢ જિલ્લા મથકમાં કુલ ૫૧ પરીક્ષા સ્થળો પર કુલ ૫૦૫ બ્લોકમાં ૧૨૧૦૮ ઉમેદવારો હતા જેમાં ૫૮૫૦ ઉમેદવાર હાજર રહેલા અને ૬૨૫૮ ગેરહાજર રહ્યા હતા. દરમ્યાન શ્રી આર.એસ. ઉપાધ્યાયએ ગઈકાલે રજાના દિવસોમાં પણ કચેરી ખાતે સવારથી હાજર રહી પરીક્ષાની કમાન સંભાળી કચેરીના શિક્ષણ નિરીક્ષક રણવિરસિંહ પરમાર સહિત તમામ સ્ટાફ ખડેપગે રહી વ્યવસ્થા જાળવી જેના કારણે પરીક્ષા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે સંપન્ન થઈ હતી.

(1:39 pm IST)