Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

જામનગરમાં જુનિયર તબીબોની હડતાલનો ૭ મો દિવસ

જામનગર,તા.૯ : સમગ્ર ગુજરાતમાં જુનિયર તબીબોની હડતાલ ચાલી રહી છે ત્યારે આજે ૭મા દિવસે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજયની બીજા ક્રમની જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલમાં ૫૦૦થી વધુ જુનિયર તબીબો હડતાળ પર છે. બોન્ડ, બદલી, ૭માં પગાર પંચ સહિતની ૪ માંગણીને લઈ તબીબોનો છેલ્લા બે દિવસથી વિરોધ કરી રહ્યા છે. નિમણૂક સમયે ૧૦ લાખના બોન્ડ અને સીવિલમાં ડ્યુટી કરવાની શરત હતી. જે શરતો નો પણ ભંગ કરાયાનો આક્ષેપ લગાવાઇ રહ્યો છે. જયા સુધી સરકાર પોતાના નિર્ણય નહીં બદલે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે. તેમ જુનિયર ડોકટર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું છે . હાલ જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ માં ઇમરજન્સી સેવા, તમામ ઓપીડીની સેવાઓ જુનિયર ડોકટરો દ્વારા બંધ કરી દેવાઈ છે. ત્યારે ડોકટરોની હડતાળ પૂરી કરવા માટે સરકાર દ્વારા વિવિધ આ પ્રકારે દબાવ પણ બનાવવામાં આવે છે તેવો આક્ષેપ પણ કરાઈ રહ્યા છે જામનગરની મેડિકલ કેમ્પસમાં તબીબોને લાઈટ પાણી પણ બંધ કરી હોસ્ટેલ ખાલી કરવા પણ જણાવી દેવાયું છે. છતાં પણ પોતાની માંગણીને લઇને સતત સાત દિવસથી મેડિકલ કેમ્પસમાં જુનિયર તબીબો અને બોન્ડેડ તબીબો હડતાળ પર ઉતર્યા છે. અને જયાં સુધી તેમની માગણી ન સંતોષાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવા જણાવી રહ્યા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)(

(1:21 pm IST)