Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

લોધીકા કોટડાસાંગાણી રાજકોટ તેમજ પડધરી તાલુકાના કોરોના વોરીયર્સના સન્માન

ખીરસરા : રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા ની જીલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઈ રામાણી ની ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચા પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ ની અધ્યક્ષતામા ઉપાધ્યક્ષ મનિષભાઇ સંધાણી તેમજ રાજકોટ જીલ્લા યુવા મોરચા પ્રમુખ સતિષભાઈ શિંગાળા તળશીભાઇ તારપરા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કોર્પોરેટ ભાનુબેન બાબરીયા ઉપસ્થિત રહેલ તેમજ રાજકોટ ગ્રામ્ય ૭૧ વિધાનસભા ના લોધીકા કોટડાસાંગાણી રાજકોટ તેમજ પડધરી તાલુકાના આરોગ્ય કેન્દ્ર ના પેરા મેડિકલ સ્ટાફ તેમજ પોલીસ જવાનો સરસ કામગીરી કરેલ તે બદલ આ તમામ પોલીસ જવાનો તેમજ પેરા મેડિકલ સ્ટાફ નું કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવેલ આ કાર્યક્રમમા લોધીકા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ સુધીર તારપરા તેમજ યુવા ભાજપ ટીમ કોટડાસાંગાણી તાલુકા યુવા ભાજપ પ્રમુખ મોરારીદાસ દાણીધારયા, રાજકોટ યુવા ભાજપ પ્રમુખ કરણભાઇ લાવડિયા, પડધરી ભગીરથસિંહ જાડેજા,લોધીકા તાલુકા યુવા ભાજપ મહામંત્રી ડો. પ્રકાશ વિરડા, પડધરી તાલુકા યુવા ભાજપ મહામંત્રી વિરમભાઇ ધ્રાંગિયા, મહામંત્રી ભૌતિકભાઇ સિદપરા, મહામંત્રી વિરલભાઇ વસોયા, જીલ્લા ભાજપ યુવા મોરચા મંત્રી મનોજભાઈ કાછડીયા, યુવા ભાજપ ના જયેશભાઈ લાખાભાઇ સાગઠીયા તેમજ તમામ ચારે તાલુકાની યુવા ભાજપ ટીમ કોરોના વોરિયર્સ સન્માન સમારોહ મા ઉપસ્થિત રહેલ.

(11:36 am IST)