Gujarati News

Gujarati News

News of Monday, 9th August 2021

ભાવનગર મનપા દ્વારા ૮ કરોડ ના ખર્ચે બાલવાટિકાનું નવીનીકરણ : લોકાર્પણ પ્રસંગે જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર

કોંગ્રેસની માનસિકતા જ વિરોધની, બોરતળાવ, બાલવાટિકા વર્ષોથી છે ત્યારે તેમને વિકાસ યાદ ન આવ્યો, નર્મદા વર્ષોથી છે તેમ છતાં પણ લોકો સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શક્યા નથી

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૮ કરોડ ના ખર્ચે બોરતળાવ પાસે આવેલ બાલવાટિકાનું નવીનીકરણ નું કામ પૂર્ણ કર્યું છે, પશ્ચિમના ધારાસભ્ય જિતુભાઇ વાઘાણી દ્વારા આજે બાલવાટિકાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,

શહેરીજનો માટે બાલવાટિકા ફરવામાટેનું એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે, આઠ કરોડ રૂપિયાના ખર્ચે દોઢ વર્ષ પહેલા બાલવાટિકાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું આજે કામ પૂર્ણ થતાં નગરજનો તેમજ બાળકોમાં આનંદ સાથે ઉત્સાહ જોવા મળ્યો હતો, બાલવાટિકામાં આધુનિક સિસ્ટમથી ફાયદા 5-D એમ.પી થિયેટર, મ્યુઝિકલ રંગીન ફૂવારા, તેમજ ભૂલભૂલૈયા સહિત બાળકોને રમવા માટે અવનવી રાઈટ્સ સહિતના સાધનો બાળકો માટે મૂકવામાં આવ્યા છે.

આ સાથે જ ધારાસભ્ય જિતુભાઇ વાઘાણીએ વિરોધ પક્ષ પર શાબ્દિક પ્રહાર કરતાં જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા જ વિરોધની છે, બોરતળાવ, બાલવાટિકા વર્ષોથી છે ત્યારે તેમને વિકાસ યાદ ન આવ્યો, નર્મદા વર્ષોથી છે તેમ છતાં પણ લોકો સુધી પીવાનું પાણી પણ પહોંચાડી શક્યા નથી, વર્ષો પહેલા જેમનું કોર્પોરેશનમાં શાસન હતું.

ત્યારે પણ વિકાસના કામો કરી શક્યા નથી માત્ર વિરોધ નકારાત્મકતા ફેલાવવાનું કામ કોંગ્રેસે કર્યું છે, સાથે જ જણાવ્યું હતું કે કોંગ્રેસે 2022 અને 2024 માં પણ હજી કેન્દ્રમાં રાહ જોવાની છે, કોંગ્રેસની નકારાત્મકતા ક્યારે સમાજમાં ચાલવાની નથી, જ્યારે ભાજપ વિકાસની સાથે સાથે સંવેદનાથી સમગ્ર લોકોનું જીવનધોરણ ઉંચુ આવે તેવાં પ્રકારના કામો કરી રહી છે.

(10:52 pm IST)