Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

રાજ્યમંત્રી મેરજા અને માલમ મોરબી જિલ્લાના પ્રવાસે

  મોરબી,તા.૯ :  શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ રાજ્યકક્ષાના પશુપાલન અને ગૌ સંવર્ધન અને મોરબી જિલ્લાના -ભારીમંત્રી દેવાભાઇ માલમ   શુક્રવારના રોજ મોરબી જિલ્લાના  પ્રવાસે આવનાર છે.

મંત્રીના કાર્યક્રમ અનુસાર  સવારે ૧૦:૦૦ કલાકે એ.પી.એમ.સી. માર્કેટ યાર્ડ, મોરબી ખાતે કેન્દ્ર સરકારની ૮ વર્ષની ઉપલબ્ધિઓ, ગરીબ કલ્યાણ, સેવા સુશાસન અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

 બ્રિજેશભાઈ મેરજા અને દેવાભાઈ માલમના અધ્યક્ષસ્થાને યોજાનારા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અને સાંસદ મહેન્દ્રભાઈ મુંજપરા, સાંસદ મોહનભાઈ કુંડારીયા, વિનોદભાઈ ચાવડા, પૂનમબેન માડમ, મોરબી જિલ્લા પંચાયત -મુખ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, લલીતભાઈ કગથરા, મહંમદજાવીદ પીરઝાદા,  પ્રવીણભાઈ મુસડીયા અને મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર પણ ઉપસ્થિત રહેશે.

(1:01 pm IST)