Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

કડીયાળી ગામે જુગાર રમતા પાંચ ઝબ્બે

અમરેલી : જાફરાબાદ પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કડીયાળી ગામે બલાણા ગામ તરફ જવાના કાચા રસ્તા પાસે આવેલ ગૌચર સીમ વિસતારમાં જાહેરમાં અમુક ઇસમો પૈસા પાના વડે હારજીતનો જુગાર રમે છે તેવી રેઇડ કરતા જાહેરમાં જુગાર રમતા (૧) અયાઝભાઇ અહેમદભાઇ ગોરી ઉ.વ.ર૭ રહે. રાજુલા, ગોંદરા ચોક (ર) હરેશભાઇ ઘોહાભાઇ વરૃ ઉ.વ.૩૩ રહે.નાગેશ્રી (૩) રાકેશભાઇ ભીમાભાઇ વાઘેલા ઉ.વ.ર૭ રહે. રોહિસા (૪) બસીરભાઇ દિલુભાઇ કાદરી (ઉ.વ.૪૦) રહે. રાજુલા (પ) સિરાઝભાઇ મહંમદભાઇ મલેક ઉ.વ.૪૦ રહે. જાફરાબાદ પોલીસ લાઇન પાસે ઝડપાઇ ગયા હતા અને ૧ સલીમ ઇસ્માઇલભાઇ બ્લોચ રહે. કડીયાળી, ર. દિલીપભાઇ પાતાભાઇ વરૃ રહે.નાગેશ્રી, ૩. હરિભાઇ પરસોતમભાઇ સોલંકી રહે. રાજુલા, ૪. બાવલો ઉર્ફે રૃસ્મત હબીબ કુરેશી રહે. સાવરકુંડલા, પ. ફિરોઝ હાસમભાઇ નાગરીયા રહે. રાજુલા ૬. મુન્મનો ઉર્ફે ગઠીયો રહીમભાઇ કુરેશી રહે. સાવરકુંડલા નાસી ગયા હતા. રોકડા રૃા.૬૭,૦પ૦ તથા મોબાઇલ ફોન નંગ-પ, કિ. રૃા.૪૦,પ૦૦ તથા ગંજીપતાના પાના નંગ-પર, કિ. મળી કુલ કિ. ૧,૦૭,પપ૦નો મુદામાલ પકડાયો હતો. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહની સુચના હેઠળ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે.કરમટા તથા એલસીબી ટીમ દ્વારા કરવામાં આવેલ છે.

(12:50 pm IST)