Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

ગાધકડામાં વંટોળીયાને લીધે છાપરૂ ઉડીને બે વર્ષના પિયુષ પર પડયું

બાળકને ગંભીર ઇજા થતાં રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૯: સાવરકુંડલાના ગાધકડા ગામે પ્રવિણભાઇ ઝવેરભાઇ સાવલીયાની વાડીએ બે વર્ષના બાળક પિયુષ શામાભાઇ ગામડ પર છાપરૂ પડતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ છે. બાળક વાડીમાં સુતુ હતું હતું ત્‍યારે ઓચીંતો જોરદાર વંટોળીયો આવતાં ઓરડી પરથી સિમેન્‍ટનું છાપરૂ ઉડી ગયુ હતું અને બાળક પર પડતાં આ બનાવ બન્‍યો હતો. 

(11:41 am IST)