Gujarati News

Gujarati News

News of Thursday, 9th June 2022

મહુવાના ભાદ્રોડ નજીક ૪ ગીધના મૃતદેહ મળ્‍યા

ઝેરી ખોરાક ખાવાથી મોત થયાનું પ્રાથમિક તારણ : જો કે વધુ તપાસ માટે જુનાગઢ લેબોરેટરીમાં મૃતદેહ ખસેડાયા

(મેઘના વિપુલ હિરાણી) ભાવનગર તા. ૯ : ભાવનગર જિલ્લાના મહુવા ભાદ્રોડ નજીક વાડી વિસ્‍તારમાંથી ૪ ગીધના મૃતદેહ મળ્‍યા વનવિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર જિલ્લાના મહુવા ના ભાદરોડ ગામ નજીક વાડી વિસ્‍તાર માંથી પર્યાવરણના કહેવાતા સફાઈ કામદાર ગીધના મોત મૃતદેહ મળી આવતા પ્રકૃતિ પ્રેમીઓ અને વન વિભાગનો કાફલો દોડી ગયો હતો. વાડી વિસ્‍તારમાં ગીતના મૃતદેહ પડયા હોવાઅંગેની જાણ થતાં જ પાલીતાણા વાઈલ્‍ડ લાઈફ DCF અને મહુવાᅠ RFOᅠ ખાંભલા સહિતનો વનવિભાગનો કાફલો ઘટનાસ્‍થળે દોડી ગયો હતો.ગિધો નું મોત પ્રથમ દ્રષ્ટિએᅠ ઝેરી ખોરાક ખાતા થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જો કે વધુ તપાસ માટે તમામ ગીધના મૃતદેહને જુનાગઢ લેબોરેટરી ખાતે મોકલવામાં આવેલ છે અને તેના રિપોર્ટ બાદ જ ગીધના મોત અંગેની ચોક્કસ કારણ જાણવા મળશે પરંતુ હવે માંડ માંડ અસ્‍તિત્‍વ ટકાવી રહેલા ગીધના આ રીતે ટપોટપ મોત થવાથી પર્યાવરણ પ્રેમીઓમાં પણ કંઈકને કંઈક નારાજગી જોવા મળી હતી.

(11:36 am IST)