Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

નંદલાલા ને માતા યશોદાજી સાંભરે...મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં

માતાએ તપસ્‍વી - ત્‍યાગી - મમતા અને કરૂણાનું જીવંત સ્‍વરૂપ : પૂ. રમેશભાઇ ઓઝા

જામનગરમાં યોજાઈ ગયેલા શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના અંતિમ દિવસના સત્રમાં પૂજય ભાઈશ્રી રિઝયા : ‘મધર્સ ડે' ને લઈને ભગવાન શ્રીકૃષ્‍ણ અને માતા યશોદાના અનેક યાદગાર પ્રસંગોની પ્રસ્‍તુતિ કરીને શ્રોતાગણને ભાવવિભોર કર્યા

જામનગર તા. ૯ : જામનગરની શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના રવિવારના અંતિમ દિને ભાગવત કથા અનુસાર બાળકૃષ્‍ણ લીલા વર્ણવતાં કથાકારે આજના ‘મધર્સ ડે' ની યાદ અપાવી સર્વે શ્રોતાજનોને મંત્રમુગ્‍ધ બનાવી દીધાં હતાં.
તેઓએ વિશેષમાં જણાવ્‍યું હતું કે પશ્ચિમી દેશોની સમાજરચના આપણા દેશ કરતાં તદ્દન વિપરીત છે. વિભક્‍ત કુટુંબમાં વિભાજિત પヘમિી સંસ્‍કૃતિ કેલેન્‍ડર વર્ષમાં ફક્‍ત એકજ દિવસ માતૃત્‍વ દિનની ઉજવણી કરીને જનેતાના મહિમાની સ્‍મૃતિ તાજી કરે છે, જયારે દેવો અને ઋષિ-મુનિઓની ભૂમિ તેમજ ભવ્‍ય સાંસ્‍કૃતિક વારસો ધરાવતા ભારત દેશમાં તો માતાનો મહિમા અપરંપાર રહ્યો છે. ભારતના સનાતન ધર્મમાં તો માતાને દેવતુલ્‍ય ગણી દરરોજ તેની પૂજા - વંદના થતી રહે છે, તેથી ૩૬૫ દિવસ ‘મધર્સ ડે' હોય છે.
માતા તપસ્‍વી છે, ત્‍યાગી છે, તે મમતા અને કરૂણાનું જીવંત સ્‍વરૂપ છે, તે સતત સંતાનોથી ચિંતાયુક્‍ત રહે છે. માતા, પિતા કે ગુરૂ એ કદી વૃદ્ધ થતા નથી. તેના અનુભવનું ભાથું મૂંઝાયેલાઓનું માર્ગદર્શન કરવા સક્ષમ હોય છે. તેથી વૃદ્ધાવસ્‍થામાં પણ તેઓની ઉપયોગીતા પૂરવાર થાય તેવું વર્તન તેમની સાથે કરવું, એ તમામ સંતાનોનું કર્મ છે.
જોગાનુંજોગ આ ભાગવત સપ્તાહ પણ યજમાન પરિવારે તેમની માતાની પૂણ્‍યસ્‍મૃતિમાં આયોજિત કરી છે. વ્‍યાસપીઠ પરથી પૂજય ભાઇશ્રીએ બાળકૃષ્‍ણ અને માતા યશોદાજી તેમજ બાળ રામચંદ્રજી અને કૌશલ્‍યાજી વચ્‍ચેના ધર્મગ્રંથો આધારિત સ્‍નેહભાવના વર્ણનો કહી માતૃભક્‍તિનો મહિમા વ્‍યક્‍ત કર્યો હતો અને શ્રોતાગણને પ્રભાવિત કર્યા હતા. આવા
પ્રસંગોના લાગણીભીનાં વર્ણન કરતી સમયે કથાકાર પોતેજ ભાવવિભોર બન્‍યા હતા.ᅠ
વર્તમાન સમયમાં યુવાનોએ ખાસ પોતાની માતા અને પિતા પાસે સમય વિતાવવો જોઈએ, તેમજ તેમની સાથે બેસીને અનુભવ અને આશીર્વાદ મેળવવા જોઈએ તેવી ટકોર કરી હતી. અંતિમ દિવસનું સત્ર છ કલાક સુધી ચાલ્‍યું હતું. બપોરે ત્રણ વાગ્‍યે સત્ર પૂર્ણ થયા પછી ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવી હતી. (તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

 

(1:22 pm IST)