Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજુલામાં દારૂ સાથે જયરાજ વરૂ અને ધીરૂ જોગદીયાની ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૯: અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકર સિંહ તેમજ ઇન્‍ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એ.બી.ગોહીલની સુચનાથી ખાખબાઇ ગામે ભરવાડપા વિસ્‍તારમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૮, કિ. રૂા. ૨૮૦૦ સાથે તથા રાજુલા ઘનશ્‍યામ નગરમાંથી એક ઇસમને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્‍ડની બોટલ નંગ -૧૨ કિં.રૂા.૪૨૦૦ મળી દારૂની બોટલ કુલ.-૨૦ કિ.રૂા.૭૦૦૦ ના ગેરકાયદેસરના પ્રોહી. મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી હાલની કોરોના વાયરસ મહામારીની પરિસ્‍થિતીના કારણે સંક્રમણ અટકાવવા સારૂ તેમજ આરોપીઓનો કોવિડ-૧૯ ટેસ્‍ટ કરાવવા સારૂ મજકુર બંને આરોપીઓને હસ્‍તગત કરી., આરોપીઓ વિરૂધ્‍ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પોલીસે જયરાજભાઇ હનુભાઇ વરૂ (ઉવ.૨૧) ધંધો માલઢોરનો શહે. ખાખાભાઇ તા. રાજુભાઇ જી.અમરેલ., ધીરૂભાઇ નાજાભાઇ જોગદીયા (ઉવ.૩૨) ધંધો મજૂરી રહે. હાલ-રાજુલા, ઘનશ્‍યામ નગર તા. રાજુલા જિ.અમરેલી મુળ રહે.કંથારીયા તા. જાફરાબાદ જિ.અમરેલીની ધરપકડ કરી છે.

આ કામગીરી રાજુલા પો.સ્‍ટે.ના પો. કોન્‍ી. ડી.વી.પ્રસાદ, રાજુલા પો.સ્‍ટે.ના સર્વેલન્‍સ સ્‍કોડના યુએચસી ભરતભાઇ મુહાભાઇ વાળા, પો. કોન્‍સ. મીતેશભાઇ કનુભાઇ વાળા, પો.કોન્‍સ. સંજયભાઇ કનુભાઇ ધાંધળ, પો. કોન્‍સ. રોહિતભાઇ કાળુભાઇ ટાઉન બીટના એએસઆઇ ડી.ડી.મકવાણાનાઓ જોડાયેલ હતા.

(1:13 pm IST)