Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતા ચલાલા પોલીસ

બાબરા : પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલીનાઓની સુચના તથા આઇસી નાયબ પોલીસ અધિક્ષક એ.જી.ગોહિલ સાવરકુંડલાના માર્ગદર્શન ચલાલા પો.સ્‍ટે.એ. પાર્ટ ગુ.ર.ન. ૧૧૧૯૩૧૩રર૦૩૩પ - ર૦રર આઇ.પી.સી. કલમ ૪પ૪, ૪પ૭, ૩૮૦ મુજબના ગુન્‍હામાં ઘરમાં વંડી ટપી રૂમમાં રાખેલા સોનાના ઘરેણાઓ જેમાં ક૧) સોનાનો હાર બે કાનની બુટી સાથેનો (ર) સોનાના ચેન ત્રણ (૩) સોનાની વિટી ત્રણ (૪) સોનાના પેંડલ તેમજ બધા ઘરેણાનું વજન ૮૦ ગ્રામ કિ. રૂા.૩,૬૭, ૮૦૦ની ચોરી કરેલ હોય જે કામે આરોપીના સીસીટીવી ફુટેઝ મેળવતા તે મોટરસાયકલ લઇને ફરીયાદીના ઘરની બાજુમાં શેરીઓમાં શંકાસ્‍પદ રીતે આંટા ફેરા મારતો હોય તેવા ફુટેઝ મળી આવેલ જે ફુટેઝ કમાંડ કંટ્રોલમાં અમરેલીમાં મોકલતા આરોપી જે મોટર સાયકલ લઇને આંટા ફેરા મારતો હોય તે મોટર સાઇકલ આઇ સ્‍માર્ટ રજી.નંબર જીજે-૧૪-એએફ-૯૯પ૪નું હોવાનું કમાંડ કન્‍ટ્રોલ અમરેલીના કેમેરામાં જણાઇ આવતા જે તે મોટર સાયકલના રજી. નંબર આધારે તપાસ કરતા આરોપી વિશાલભાઇ વલ્લભભાઇ ગોંડલીયા રહે. મુળ દામનગર હાલ રહે. ધામેલગામ તા. લાઠી જી. અમરેલીવાળો હોવાનું જણાતા ગુન્‍હો કરેલાનું કબુલ કરી ચોરી કરેલ મુદામાલ કાઢી આપતા આરોપીને અટક કરી સોનાના ઘરેણા કિ. રૂા.૩,૬૭,૮૦૦નો મુદામાલ આરોપી પાસેથી કબ્‍જે કરવામાં આવેલ છે. આ કામગીરી ડી.બી.ચૌધરી પો.સ.ઇ. ચલાલા તથા હેડ કોન્‍સ. બી.આર.ધાધલ તથા આઇ.જી.કાલીયા તથા પો. કોન્‍સ. રોહિતભાઇ રાખોલીયા, પોલીસ સ્‍ટાફ દ્વારા કરવામાં આવેલ છે

(1:10 pm IST)