Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

શાપુર (સોરઠ)ના રામમંદિરે ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્‍ઠા મહોત્‍સવઃ મુસ્‍લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું સ્‍વાગત કરાશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૯: શાપુર (સોરઠ) ખાતે આગામી ૪ થી ૬ જૂનના રોજ રામમંદિરે ત્રિદિવસીય મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠા મહોત્‍સવ યોજાશે. મહોત્‍સવમાં શોભાયાત્રાનું  મુસ્‍લિમ સમાજ દ્વારા સ્‍વાગત કરાશે.

જૂનાગઢ નજીક શાપુર ખાતે આવેલ રામમંદિર ખાતે આગામી તા.૪ થી ૬ જૂન ના રોજ દાતાઓના સહકાર તેમજ આર્થિક સહયોગથી રામમંદિરની મૂર્તિ પ્રાણપ્રતિષ્ઠાનો ધર્મોત્‍સવ યોજાશે.જેના ભાગરૂપે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્‍યું હતું.જેમાં ત્રણ દિવસ ચાલનારા આ મહોત્‍સવમાં નગરયાત્રા, મહાઆરતી, શોભાયાત્રા,ઘરે ઘરે તોરણ લગાડી તેમજ ઘરે દીપ સાથે સમગ્ર ગ્રામજનો ભગવાન રામની આરાધના કરશે તેમજ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્‍યુ છે.

ધર્મસભામાં અનેક સંતો,ધર્મગુરુઓ પોતાનું ધાર્મિક રસપાન કરાવશે આ પ્રસંગે મુસ્‍લિમ સમાજ દ્વારા પણ પણ ભગવાન રામની શોભાયાત્રનું સ્‍વાગત કરી કોમી એકતાનો સંદેશ આપશે આ પ્રસંગે અંતિમ દિવસે સમગ્ર શાપુર ધુવાળાબંધ જમણવારનું આયોજન કરવામાં આવ્‍યું છે આ મહોત્‍સવને સફળ બનાવવા સરપંચ ટીનુભાઈ ફળદુ, કથાકાર મનોજભાઈ ભટ્ટ હિન્‍દૂ ઉત્‍સવ સમિતિના યુવાનો જહેમત ઉઠાવી રહયા છે.

(11:57 am IST)