Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા યોજાનાર સૌરાષ્ટ્ર ઝોન ઓબીસી સંમેલન અંતર્ગત મોરબીમાં મીટીંગ મળી.

મીટીંગમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, જીલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત

મોરબી :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનનું ઓબીસી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે ઓબીસી સંમેલન અંતર્ગત મોરબી ખાતે મીટીંગ મળી હતી જે મીટીંગમાં પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડીપાર્ટમેન્ટ ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવી, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, જીલ્લા ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા  
     મીટીંગમાં પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, પ્રદેશ ઉપપ્રમુખ લખમણભાઈ કણઝારીયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવા, પૂર્વ જીલ્લા પ્રમુખ મુકેશભાઈ ગામી, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અમુભાઈ આહીર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કે ડી પડસુંબીયા, જીલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ રાણાભાઇ ડાંગર, શહેર પ્રમુખ રાજુભાઈ કાવર, જીલ્લા કોંગ્રેસ મહામંત્રી રમેશભાઈ જારીયા, ઓબીસી મહામંત્રી મનસુખ વાઘેલા, ઓબીસી ઉપપ્રમુખ ભરતભાઈ કુંભારવાડિયા, જિલ્લા ઓબીસી મહામંત્રી મુકેશભાઈ, મોરબી જિલ્લા ઓબીસી મંત્રી હિતેશભાઈ, મોરબી શહેર ઓબીસી પ્રમુખ લખુભાભા ગઢવી, ટંકારા ઓબીસી પ્રમુખ નિલેશભાઈ, હળવદ તાલુકા ઓબીસી પ્રમુખ જીલુભાઈ, વાંકાનેર તાલુકા ઓબીસી પ્રમુખ પ્રભુભાઈ, હળવદ તાલુકા ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ, ટંકારા તાલુકા ઉપપ્રમુખ દલસુખભાઈ સહિતના હોદેદારોએ હાજરી આપી હતી.

(10:07 pm IST)