News of Thursday, 8th March 2018

ધોરાજી : પીઠડીયામાં પાઇપલાઇન મુદ્દે ગ્રામજનોનો વિરોધ

ધોરાજી, તા. ૮ : જેતપુર તાલુકાના પીઠડીયા ગામ પાસે નર્મદાના નીરની પાણીની લાઇન ફિટીંગ અને ખોદાણની કામગીરી પૂર્વે પીઠડીયા ગામના લોકોએ ટોલનાકા પાસે પાઇપ લાઇનના ખોદાતા અંગે વિરોધ કરેલ. આ અંગે ખેડુતોએ જણાવેલ કે પાણીની પાઇપ લાઇન નાખવાનો વિરોધ નથી પણ ખેડૂતોએ પોતાની જમીનમાં પાઇપ લાઇન નાખ્યા બાદ તે જમીન બીનખેતી કરવી હોય તો તે ખેતી બીનખેતીની નોટીસ આપતા નથી જે અંગેનો વિરોધ કરેલ હતો. આ અંગે મામલતદાર જેતપુર, જેતપુર પોલીસના ધાડેધાડે આવી ગયેલ અને આ લખાય છે ત્યાં સુધીમાં ખેડૂતોએ પાઇપ લાઇન ફિટીંગ કરવા માટે ખાડા ખોદાવાનું કામ અટકાવી દીધેલ હતું.

(1:11 pm IST)
  • ઉત્તર પ્રદેશ સમાજવાદી પક્ષના ઉમેદવાર જયા બચ્ચને શુક્રવારે રાજ્યસભા માટે નામાંકન ભર્યું છે. તેમણે વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં નોમિનેશન દાખલ કર્યું હતું. આ દરમિયાન સ.પા.ના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની સાંસદ શ્રીમતી ડિમ્પલ યાદવ, સ.પા.ના ઉપપ્રમુખ કિરણ મય નંદા, સ.પા.ના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર ચૌધરી અને સહારા ગ્રૂપના ચેરમેન સુબ્રતા રોય સહારા પણ હાજર રહ્યા હતા. access_time 8:42 pm IST

  • દુનિયાના મહાન વૈજ્ઞાનિક આઈનસ્ટાઈને 42 વર્ષની ઉંમરે તેનાથી 20 વર્ષ નાની ઉંમરની યુવતીને પ્રેમ પત્ર લખ્યો હતો. જો કે આ પ્રેમ પત્ર વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે. આલબર્ટ આઈનસ્ટાઈનના 97 વર્ષ પહેલા લખાયેલા આ પત્રની ઈઝરાયેલની રાજધાની જેરુસેલમમાં 4 લાખ રૂપિયામાં હરાજી થઈ. જો કે એલીસાબેટ્ટા પીસીની નામની એ યુવતીએ આઈનસ્ટાઈનના પ્રેમનો સ્વીકાર કર્યો નહોતો. access_time 12:41 am IST

  • રાજકોટના જામકંડોરણાના અડવાણાનાં એક ખેતરમાં યુવક - યુવતીના જમીનમાં દાટેલા મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે : પોલીસે શરૂ કરી તપાસ access_time 9:24 am IST