News of Thursday, 8th March 2018

જામનગરઃ ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વૃધ્ધાશ્રમમાં ધુળેટી પર્વની ઉજવણી

જામનગરઃ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ વર્ષોની પરંપરા મુજબ ધુળેટીનું પર્વ વૃધ્ધાશ્રમમાં જઇ વૃધ્ધો સાથે રંગોથી ઉજવણી કરી હતી. આમ એમપીશાહ વૃધ્ધાશ્રમમાં અનેક વૃધ્ધો રહે છે પરીવારથી દુર રહેતા આ વૃધ્ધો એકલવાયુ જીવન જીવતા હોય ત્યારે આવા પર્વને તહેવાર ઉપર તેમના સંતાનોની યાદ આવતી હોય છે ત્યારે જામનગરના ૭૮ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ એક સંતાન તરીકે આ વૃધ્ધોની સાથે ધુળેટીનું પર્વ ઉજવેલ હતું. આ વૃધ્ધો ધુળેટીના પર્વે જ રીતે ઘરે મ્હો મીઠા કરેલ તેવી રીતે અહીયા પણ વૃધ્ધાશ્રમ ખાતે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) અને તેના પરીવાર દ્વારા મ્હોં મીઠા કરાવવાની પણ વ્યવસ્થા કરાઇ હતી. સંસ્થાના ટ્રસ્ટી શ્રી અશોકભાઇ શાહ, શરદભાઇ શેઠ અને ડો. રૂપેનભાઇ દોઢીયા ઉપસ્થિત રહયા હતા. અને તેઓએ પણ ધારાસભ્યની સાથે જ વૃધ્ધો સાથે ધુળેટીનો ઉત્સવ મનાવ્યો હતો. અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેેરૂભા જાડેજા (હકુભા) ના પરીવારને આશીવર્ચન આપ્યા હતા. ધારાસભ્ય ધર્મેેન્દરસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ આજની યુવા પેઢીને સંદેશ આપ્યો હતો. આમ રાજકારણમાં હોવા છતા એક સામાજીક જવાબદારી ધારાસભ્ય  ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજા (હકુભા) એ અદા કરી છે. સફળ બનાવવા ઘનશ્યામસિંહ જાડેજા, યોગેશભાઇ લીંબડ અને પ્રદ્યુમનસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી. (તસ્વીરઃ અહેવાલઃ મુકુંદ બદીયાણી-જામનગર)

(11:38 am IST)
  • આલેલે... : યુપીની 11 માર્ચે યોજાનાર પેટાચૂંટણીમાં પ્રધાનમંત્રી મોદી અને ક્રિકેટર વિરાટ કોહલી બન્યા મતદારો : ગોરખપુરના સહજનવાંમાં મતદાર યાદીમાં નીકળ્યા નામો : વહીવટી તંત્ર થયું ઉંધા માથે : આ ગડબડી સામે આવ્યા બાદ સ્થાનીક નેતાઓ અને અધિકારીમાં મચી અફરાતફરી : ચુંટણી પંચે શરૂ કરી તપાસ access_time 4:36 pm IST

  • સુરતના કાપડના વેપારી તુલસીસિંહ રાજપૂતના પુત્ર અમિતનો મૃતદેહ મળ્યોઃ હત્યા થઈ હોવાનું પરીવારજનોનો આક્ષેપ : મૃતદેહ સ્વીકાર ઈનકાર access_time 5:54 pm IST

  • ભવિષ્યમાં ગાંધી-નહેરુ પરિવારની બહારની વ્યક્તિ કોંગ્રેસ પ્રમુખ હોઈ શકે છે :સોનિયા ગાંધી access_time 11:55 pm IST