Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

ટંકારાના નેકનામ ખાતે સુપોષણ સંવાદ દિવસની ઉજવાણી કરાઇ

  ટંકારા : મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૮થી ચાલતા પોષણ અભિયાન અંતર્ગત આજે ટંકારાના નેકનામ ખાતે સુપોષણ સંવાદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુપોષણ સપ્તાહ અન્‍વયે સહિ પોષણ દેશ રોશનના સૂત્રને સાર્થક કરતા સગર્ભા માતાની શ્રીમંત વિધિ, ધાત્રીમાતાને સ્‍તનપાનનું મહત્‍વ, બાળકોને ઉપરી આહારની સમજ, માતાના આરોગ્‍ય અને પોષણ વિષયક સંવાદ, પ્રેરક માતાના પોતાના અનુભવો વગેરે બાબતો પર સંવાદ કરવામાં આવે છે. ICDS ઘટક ટંકારાના નેકનામ સેજાના આંગણવાડી કેન્‍દ્ર નેકનામ- ૧,,૩ના સંયુક્‍ત રીતે ઘટક કક્ષાનો સુપોષણ સંવાદ દિવસની ઉજવણી આંગણવાડી કેન્‍દ્ર નેકનામ-૧ ખાતે કરવામાં આવી હતી. જેમાં નિયત થયેલી થીમ મુજબ સત્ર-૨ની થીમ- સગર્ભાવસ્‍થા તથા સુવાવડ દરમિયાન જોખમી લક્ષણો અને તે માટેનું આયોજન વિષય પર ઉજવણી કરાઈ હતી. જેમાં આરોગ્‍ય વિભાગના એમઓ દ્વારા જોખમી લક્ષણો અને તેને નિવારવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. NNM, DC, DPA, BC દ્વારા પોષણ અભિયાન વિશે જાગળત કરવામાં આવ્‍યા હતા.ICDS ઘટક ટંકારાના ઈ.મા. CDPO સુધાબેન લશ્‍કરી, આરોગ્‍ય વિભાગ એમઓ ડો. હર્ષાબા સરવૈયા, જિલ્લા પોષણ અભિયાન કો-ઓર્ડિનેટર અશોકભાઈ તથા કિરણભાઈ ટંકારા ફફપ્‍ BC- સિદ્ધરાજસિંહ ઝાલા, M &E કોર્ડિનેટર રશ્‍મિબેન તેમજ આંગણવાડી વર્કર/હેલ્‍પર, આશા વર્કર કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા.(તસ્‍વીર-અહેવાલ : હર્ષદરાય કંસારા ટંકારા)

(12:09 pm IST)