Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

જૂનાગઢમાં મહાવીર કુરીયર સર્વીસ પ્રા. લી. ના ૨ પાર્સલ પોલીસ દ્વારા શોધી કાઢયા

  જૂનાગઢ,તા.૯ : અરજદાર કાનજીભાઇ હરીશભાઇ ઓડેદરા મહાવીર કુરીયર સર્વીસનુ કામ કરતા હોય જેમાં કોઇના પાર્સલ એક જગ્‍યાએથી બીજી જગ્‍યાએ સમય મર્યાદામાં પહોચાડવાના હોય, જેમાં ઝાંઝરડા રોડ થી તમામ પાર્સલ એકઠા કરી પોતાની પાર્સલ ઓફીસ તળાવ દરવાજે આવવા માટે ઓટો રીક્ષામા આવેલ, જે દરમ્‍યાન તેમને માલુમ થયેલ કે તેમના ગ્રાહકના ૨ પાર્સલ ઓછા છે, તેઓ ઉતાવળમાં ઓટો રીક્ષામાંથી પાર્સલ ઉતારતા સમયે ૨ પાર્સલ ઓટો રીક્ષામાં જ ભુલી ગયેલ,   આ બાબતની જાણ જૂનાગઢ નેત્રમ શાખાના (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. ંજૂનાગઢ હેડ ક્‍વા. ડી.વાય.એસ.પી. એ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્‍ડ & કંટ્રોલ સેન્‍ટર) ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, કીંજલબેન કાનગડ, હાર્દીકસીંહ સીસોદીયા, શહેર ટ્રાફીક શાખાના એ.એસ.આઇ. ધ્રુવ પુંજાભાઇ ખાંભલા, ટી.આર.બી. અનીલ કાનજીભાઇ ચુડાસમાં સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી ઓટો રીક્ષા જે સ્‍થળેથી પસાર થયેલ તે સ્‍થળના વિશ્વાસ પ્રોજેક્‍ટ અંતર્ગત ઇન્‍સ્‍ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરી તે ઓટો રીક્ષા શોધી કાઢેલ હતી અને રૂ. ૧,૫૦૦/- ના કીંમતના ૨ પાર્સલ પરત અપાયા હતા. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ

(11:56 am IST)