Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

રાણાવાવની ગંડિયાવાળા નેશમાં ૪૧ હજારનો ઇંગ્લીશ દારૂ ઝડપાયો : આરોપી નાસી ગયો

રાણાવાવની નેશમાં ૪૧ હજારનો ઇંગ્લીશ દારૂ પકડી પાડનાર પોલીસ સ્ટાફ તસ્વીરમાં નજરે પડે છે. (૯.૧૦)

પોરબંદર, તા. ૯ :  રાણાવાવની ગંડિયાવાળા નેશમાં આરોપી ભૂરા વેજા ઉલવાના કબજાનો ૮૪ બોટલ ઈંગ્લીશ દારૂ કિ. ૪૧,૧૬૦/- નો પોલીસે પકડી પાડયો છે. રેડ દરમિયાન આરોપી હાથ આવેલ નથી.

પોરબંદર જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્ત્િ। નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે  પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠિયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બલભદ્રસિંહ એસ.ઝાલા તથા સ્ટાફના એ.એસ.આઈ. એમ.ડી.મકવાણા તથા જે.પી.મોઢવાડિયા તથા પો.કોન્સ. હિમાંશુભાઈ વાલાભાઈ, સરમણભાઈ દેવાયતભાઈ, જયમલભાઈ સામતભાઈ, પરબતભાઇ લક્ષ્મણભાઈ વગેરે સ્ટાફ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન પો.કોન્સ. સરમણભાઈ તથા જયમલભાઈ ને સંયુકત રીતે બાતમી રાહે હકીકત મળેલ કે ગંડિયાવાળા નેશમાં રહેતો ભુરા વેજા ઉલવા પોતાના કબ્જા ભોગવટા વાળા ખેતરમાં વેચાણ અર્થે ઈન્ગલીશ દારૂનો જથ્થો રાખેલ છે. તેવી હકીકત આધારે પંચો સાથે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતાં મજકુર ઈસમ ખેતરમાં હાજર ન હોય જેથી ખેતરની પંચો રૂબરૂ ઝડતી કરતા વ્હીસકી ઇંગ્લીશ દારૂની  ૭૫૦ની બોટલ નંગ-૮૪ કિ.રૂ.૪૧૧૬૦/-નો ઈન્ગલીશ દારૂનો જથ્થો મળી આવતાં મજકુરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી તેના વિરુદ્ઘ ગુન્હો નોંધી રાણાવાવ પોલીસ દ્વારા ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(1:11 pm IST)