Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

જેતપુરમાં ઇંગ્લીશ દારૂની ૮૦ બોટલ સહિત રૂ. ર.૧પ લાખના મુદામાલ સાથે હિતેષ ટીલાળા ઝડપાયો ૪ ફરાર

શહેર પોલીસે ગેરેજમાં રાખેલ કાર બાદ કારખાનામાં દારૂ ઝડપ્યો

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૯ :..  એસ. પી. બલરામ મીણા એ. એસ. પી. સાગર બાગમારની સુચનાથી સીટી પીઆઇ જે. બી. કરમુર સ્ટાફના અજીતભાઇ ગંભીર, હિતેષભાઇ વરૂ, લખુભા રાઠોડ, ભાવેશભાઇ ચાવડા, નીલેશભાઇ મકવાણા, પ્રવિણભાઇ ચાવડા, પાર્થભાઇ સોજીત્રા, પાર્થભાઇ સોજીત્ર,  સહિતને સાથે રાખી નાઇટ પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચોકકસ બાતમી મળેલ કે નવાગઢ ચોકડી પાસે આવેલ ખોડીયાર મોટર ગેરેજમાં દારૂની હેરાફેરી થતીહોય જે આધારે પોલીસે ખોડીયાર મોટર ગેરેજમાં દારૂ અંગેની રેડ કરતા એક શખ્સ હોન્ડા સીવીક કાર નં. જીજે-૦૩-જે. એલ. ર૮૬૯ માંથી ઝોન કાર જી-૭-૦પ-એ.આર.-૭૧પ૬ માં ઇંગ્લીશ દારૂની બોટલો હેરાફેરી કરતો હોય પોલીસે તે શખ્સ હિતેષ વિનોદભાઇ ટીલાળા (રહે. નાની પરબડી બસ સ્ટેન્ડ પાસે) ને બન્ને કાર તેમજ તેમાંથી મળી આવેલ ઇગ્લીશ દારૂની બોટલો નંગ-ર૧ સાથે પકડી પાડી દારૂ અંગે પુછપરછ કરતા શરૂ તેમણે પોતે અને સંજય રાણાભાઇ પટોળીયા (રહે. પીપળવા) ખોડીયાર ગેરેજનો માલીક, તેમજ નવનીત ઉર્ફે લાલો જમનભાઇ સીંગાળા (રહે. મોટા ગુંદાળા) ત્રણેએ મંગાવેલ તેમજ બાકીનો દારૂ તેમણે શીવમ હેન્ડ ફીનીસીંગ ધારેશ્વર ચોકડી પાસેમાં રાખેલ હોવાનું જણાવતા પોલીસે શીવમ હેન્ડ ફીનીસીંગ કારખાનામાં રેડ કરતી કારખાનાની ઉપરની ઓરડીમાં દારૂની બોટલો નંગ પ૯ મળી આવેલ ત્યાં કારખાનાનો માલીક ધવલ સાવલીયા તેમજ તેનો મળતીયો હરેશ ઉર્ફે હરીયો રવજીભાઇ મકવાણા (રહે. સામાકાંઠા) હાજર ન હોય પોલીસે હિતેષ ટીલાળાની બે કાર, ૮૦ બોટલ ઇંગ્લીશ દારૂ મોબાઇલ-૧ મળી કુલ રૂ. ર.૧પ લાખના મુદામાલ સાથે પકડી પાડી અન્ય ૪ શખ્સો સંજય પટોળીયા, નવનીત શીંગાળા, ધવલ સાવલીયા, હરેશ મકવાણા તમામ વિરૂધ્ધ ગુન્હો નોંધી ફરાર શખ્સોને પકડી પાડવા ભાવેશભાઇ ચાવડા એ ચક્રો ગતિમાન કર્યા છે.

(1:10 pm IST)