Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પૂર્વ સાંસદ કોળી નેતાએ ભ્રષ્‍ટાચારના કેસમાં જિલ્‍લા કોર્ટે નિર્દોષ છોડ્યા : લીંબડી બેઠક પર તેમને ટિકિટ મળવાની શકયતા

સુરેન્‍દ્રનગર : પૂર્વ સાંસદ, લોકપ્રિય કોળી નેતા ને ભ્રષ્‍ટાચારમાં એક કેસમાં જિલ્‍લા કોર્ટે નિર્દોષ ઠેરવ્‍યા છે. આથી વિધાનસભા પેટા ચૂંટણીમાં તેમને ટિકિટ મળવાની શકયતા છે. આ અંગેની વધુ વિગતો જોઇએ તો હાલમાં 8 વિધાનસભાની પેટાચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે અને ભાજપ ઉમેદવારો નક્કી કરવા કવાયત કરી રહી છે. ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેટાચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે લીંબડી બેઠક પર કિરીટસિંહ રાણાની સાથે સાથે શંકર વેગડનાં નામની પણ ચર્ચા ચાલી રહી છે. લીંબડી બેઠક પર કોળી સમાજના મતદારોનું પ્રભુત્વ વધારે હોવાથી કોળી સમાજને ધ્યાનમાં રાખીને શંકર વેગડ (shankar vegad news) ને ટિકિટ મળવાની શક્યતા છે.

અત્રે નોંધનીય છે કે વર્ષ 2017માં ભરવાડ સમાજનાં સમૂહ લગ્નમાં હાજર રહેલાં તે સમયે રાજ્યસભા સાંસદ શંકર વેગડ (shankar vegad news) ને એક યુવકે સ્ટેજ પર ચડીને તમાચો માર્યો હતો. ભાષણ દરમિયાન સાંસદ અને યુવક વચ્ચે મોટી માથાકૂટ પણ થઈ હતી. જો કે ઘટના બાદ સાંસદ શંકર વેગડ સ્ટેજ છોડીને જતા રહ્યાં હતાં.

(9:34 pm IST)