Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભુજ શહેર અને તાલુકાના ર૪ વિસ્તારોમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન :પ્રવેશબંધી લાગુ

સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ

ભુજ : જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે તેવામાં ભુજમાં દિન-પ્રતિદિન કેસોનો વિસ્ફોટ થઈ રહ્યો છે , જેથી ગુરૂવારે વધુ ર૪ જેટલા માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન લાગુ કરવામાં આવ્યા હતા. ભુજ શહેર અને તાલુકાના જુદા-જુદા વિસ્તારોમાં કોરોનાના કેસ આવતા સલામતીના કારણોસર સરકારી ફરજ સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકી માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન લાગુ કરવામાં આવ્યા છે.

 

 

(8:54 pm IST)