Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જામનગર : સગીરા પર ગેંગરેપના રાજ્યભરમાં ઘેરા પડઘા : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પીડિતાના પરિવારને મળવા પહોંચ્યા : ન્યાય અપાવવા હૈયાધારણા આપી

થાનિક કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ અને અન્ય કોંગેસી અગ્રણીઓ પણ જોડાયા: સગીરાના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત

જામનગરમાં એક સગીરા ઉપર ગેંગરેપ થયાની ઘટના બાદ આ પ્રકરણના ઘેરા પડઘાં રાજ્ય સુધી પડ્યા છે અને ગુજરાત રાજ્યના કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણી આજે પીડિતાના પરિવારને મળવા જામનગર આવી પહોચ્યા હતા અને પૂરો ન્યાય અપાવવાની હૈયાધારણા પણ આપી હતી.. હાર્દિક-જિગ્નેશ સહિતના કોંગ્રેસી નેતાઓની મુલાકાતને પગલે જામનગરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. સાથોસાથ પોલીસ તંત્ર પણ એલર્ટ બની ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો.


જામનગરમાં રહેતી એક સગીરા પર થોડાં દિવસ પહેલાં ચાર નરાધમોએ ગેંગરેપ કર્યાની ઘટના ઘટી હતી.. જે પ્રકરણમાં પોલીસ દ્વારા ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે સગીરાની તબીબી ચકાસણી પછી હાલ તેને માતા પાસે ઘેર મોકલી દેવામાં આવી છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ તેમજ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પીડિતાના પરિવારને સાંત્વના આપવા પહોચ્યા હતા. આ વેળાએ સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમ માડમ અને અન્ય કોંગેસી અગ્રણીઓ પણ જોડાયા હતા. મુલાકાતને લઇને સગીરાના ઘરની આસપાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. (તસ્વીરો : કિંજલ કારસરીયા,જામનગર)

(8:31 pm IST)