Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ભુજમાં દારૂની પરમીટ રિન્યુ કરવા માટે ૨૦૦૦ રૂ.ની લાંચ લેતાં નશાબંધી અધિકારી ઝડપાયા : ૫ વર્ષ અગાઉ ઝડપાયેલા તત્કાલીન અધિકારી પાસે ઓફિસમાંથી ત્રણ લાખ રૂ. મળ્યા'તા

(ભુજ) ભુજના સરકારી બહુમાળી ભવનમાં કચ્છ જિલ્લા નશાબંધી અધિકારી એ.એમ. પરમાર આજે લાંચ લેતાં રંગે હાથ ઝડપાઈ જતાં ચક્ચાર મચી ગઈ છે. દારૂની પરમીટ રિન્યુ કરવા માટે નશાબંધી અધિકારી એ.એમ. પરમાર રૂપિયાના ઉઘરાણા કરતા હોવાની લાંબા સમયથી ફરિયાદ હતી. 

     તે વચ્ચે આજે એક જાગૃત અરજદારે કરેલી ફરિયાદને પગલે નશાબંધી અધિકારી એ.એમ. પરમાર રૂપિયા ૨૦૦૦ ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. કચ્છ બોર્ડર રેન્જ લાંચ  રૂશવત કચેરીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન નીચે એસીબી પીઆઈ એમ.જે. ચૌધરી અને તેમની ટીમે સફળ રેડ પાડી હતી. 

 પાંચ વર્ષ અગાઉ ભુજની નશાબંધી કચેરીના તત્કાલિન અધીક્ષક નટવરલાલ દેવાણી રૂ. ૪૦૦૦ હજારની લાંચ લેતાં રંગે હાથ ઝડપાયા હતા ત્યારે તેમની ઓફિસની ટેબલમાથી ત્રણ લાખ રૂપિયા જેટલી રોકડ રકમ મળી આવી હતી. જોકે, કચ્છ જિલ્લામાં દારૂની પરમીટ બાબતે અગાઉ સરકારી હોસ્પિટલ વિવાદમાં રહી હતી.

(4:45 pm IST)