Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસના બે કર્મચારીઓને કોરોના : ભુજ ઓફિસમાં સંપર્કમાં આવનારાઓને ક્વોરેન્ટાઈન રહેવા સુચન

(ભુજ) મોરબી કચ્છના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ ડીટેકટ થયો છે. 

ભુજ મધ્યે કલેક્ટર ઓફીસના કમ્પાઉન્ડમાં આવેલ સાંસદની ઓફીસ મધ્યે આ કર્મચારીઓ કામ કરે છે. 

તેમને કોરોના ડીટેકટ થતાં સાંસદ વિનોદ ચાવડાએ છેલ્લા એક અઠવાડિયા દરમ્યાન તેમની ઓફિસની મુલાકાત લેનાર મુલાકાતીઓને સેલ્ફ ક્વોરેન્ટાઈન રહેવા સુચન કર્યું છે.

(4:04 pm IST)