Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા સાગર સુરક્ષા કવચ

માછીમારોએ બાયોમેટ્રિક કાર્ડ આધારકાર્ડ સહિત ડોકયુમેન્ટ સાથે રાખવાઃ ૧૦ નોટીકલ માઇલની અંદર ફિશીંગ કરવા સહિત સુચના અપાઇ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૮: યુદ્ઘ જેવા માહોલ સર્જાયો છે.ત્યારે કોસ્ટગાર્ડ હેડ કવાર્ટર ખાતે ઉચ્ચ કક્ષાએ મીટીંગ યોજાઈ હતી. તેમાં સૌથી મહત્વની સુચનાઓ આપી છે.તા.૯ તથા ૧૦ ઓકટોબર અને ૧૯ થી ૨૧ ઓકટોબર સુધી સાગર સુરક્ષા કવચ અભિયાન અને મોકડ્રીલ રાખેલ છે.માછીમારોને સુચના અપાઇ છે કે આઈ એમ બીલ થી દશ(૧૦) નોટીકલ માઈલ અંદર માછીમારી કરવી અને  બોટના ડોકયુમેન્ટ સાથે રાખવા તથા ખલાસીના બાયોમેટ્રિક અથવા આધાર કાર્ડ સાથે રાખવા.

કોસ્ટ ગાર્ડ તથા મરીન પોલીસ દ્વારા ડોકયુમેન્ટ માંગે ત્યારે ગભરાઈ વગર બતાવતા,ચેનલ -૧૬ ચાલુ રાખવી અને તેમાં વાત કરવી અને કોસ્ટગાર્ડ ને એજ ચેનલમાં જ વાત કરવી.

કોઈ અજાણી બોટ નજરે આ અને કોસ્ટગાર્ડની મદદની જરૂર હોય તો હેલ્પલાઇન-૧૦૯૩ ઉપર જાણ કરવી .

આ માહોલમાં જખો , મુન્દ્રા , ઓખા, પોરબંદર , વેરાવળ અને દીવ માછીમાર બંદર પણ સાવચેત રહેવા અને સુચનાની કોસ્ટગાર્ડ મરીન પોલીસ અને દેશ ને સહકાર આપવા માછીમાર ભાઈઓને જીવન ભાઈ જુગી ખારવા ચિંતન સમીતીએ એક યાદીમાં જણાવ્યું છે. (૨૨.૪૩)

 

ભોગાવોના પટમાંથી કરોડોની રેતી ચોરીઃ ખનન ઉપર તંત્રનો દરોડોઃ બે, લોડર, ર૦થી વધુ વાહનો કબ્જેઃ ખળભળાટ

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા. ૮ :.. સુરેન્દ્રનગર જીલ્લામાં ખનીજ ચોરીની અનેક ફરીયાદો હોવા ઉપરાંત વારંવાર દરોડા પણ પાડવામાં આવતા હોવાની ઘટનાઓ હમેંશા બનતી રહી છે ત્યારે આજે સવારે મોટી મોરસલ પાસેના ભોગાવો નદીના પટમાં સરકારી તંત્રએ જબરો દરોડો પાડતા ખળભળાટ મચી ગયો છેઅને આ લખાય છે ત્યારે હજુ કામગીરી ચાલી રહી છે જે પૂર્ણ થતા સાંજ થઇ જશે.

ચોટીલા મામલતદાર, પોલીસ, આર. ટી. ઓ., રેવન્યુ સહિતના વિભાગના પ૦ જેટલા કર્મચારીઓ એક સાથે ભોગાવો નદીના પટમાં ત્રાટકયા હોઇ બે લોડર અને ર૦ થી વધુ વાહનો હાથ લાગી ગયા છે જેના લીધે ભારે નાસભાગ મચી ગઇ છે અને કરોડોની રેતી ચોરી ઝડપાઇ જશે જયારે સુરેન્દ્રનગર જીલ્લાના ઇહિતસમાં આજ સુધીનો આ મોટો દરોડો પડયો હોવાનું મનાય છે.

(12:59 pm IST)