Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ધોરાજી શહેરમાં નખાઇ ગઇ હોવા છતાં અઢી વરસથી નવી પાઇપલાઇનમાં પીવાનું પાણી અપાતું નથી

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ : ધોરાજી શહેર ભાજપ દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવી અઢી વર્ષથી બંધ પડેલ પીવાના પાણીની પાઈપલાઈન તાત્કાલિક શરૂ કરવા નગરપાલિકા ને સૂચના આપવા માગણી કરી હતી તેમજ નલ સે જલ યોજના અંતર્ગત સમયસર શુદ્ઘ પીવાનું પાણી ધોરાજીની જનતાને મળી રહે તે માટે આવેદનપત્ર પાઠવી માગણી કરી હતી.

ધોરાજી શહેર ભાજપ પ્રમુખ વિનુભાઇ માથુકિયા મહા મંત્રી વિજયભાઈ બાબરીયા મહામંત્રી મનીષભાઈ કંડોલીયા વિગેરે દ્વારા રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર પાઠવીને જણાવેલ કે ધોરાજી નગરપાલિકા શહેરી વિસ્તારમાં છેલ્લા અઢી વર્ષથી પીવાના પાણીની પાઈપલાઈન નકામો કરવામાં આવેલ નથી પાણીની પાઈપલાઈન અમુક વિસ્તારોમાં નાખવામાં ની બાકી છે જે કામ પૂર્ણ કરી અને દરેક વિસ્તારમાં નવી પાણીની પાઈપલાઈન દ્વારા શહેરીજનોને સરકારશ્રીની નલ સે જલ યોજના અંતર્ગત સમયસર શુદ્ઘ પીવાનું પાણી મળી રહે તે બાબતે ધોરાજી નગરપાલિકા ને તાત્કાલિક સૂચના આપવા માગણી કરી હતી તેમજ ધોરાજી નગરપાલિકા દ્વારા થતાં પાણી વિતરણમાં ઘણી બધી ભેદભાવ સિસ્ટમ જોવા મળી રહી છે અમુક વિસ્તારોમાં એકાંતરા પાણી વિતરણ થઇ રહ્યું છે તો અમુક વિસ્તારમાં પાંચમા દિવસે પાણી મળઙ્ખ છે આ પ્રમાણે પાણીના કનેકશન નો રેગ્યુલરાઈઝ કરવા તથા નવી પાણીની પાઈપલાઈન નાખવી જેમાં જૂનાગઢ રોડ જેતપુર રોડ ઉપલેટા રોડ જમનાવડ રોડ કે જયાં ધોરાજી શહેરની જીવાદોરી સમાન પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. આ ઉદ્યોગો સમયસર નગરપાલિકાની હદમાં આવતો હોય છે અને તમામ વેરો સમયસર ભરવામાં આવે છે પરંતુ ઉદ્યોગોને નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા આપવામાં આવતી નથી તો આવા બાકી રહેતા વિસ્તારોમાં પણ નવી પીવાની પાણીની લાઈન લાઈન સમયસર નાખવામાં આવે અને શહેરના તમામ વિસ્તારોને એક નિયમ પ્રમાણસર પાણી વિતરણ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી

વધુમાં જણાવેલ કે ધોરાજી નગરપાલિકા માં ભાજપનું શાસન હતું તે દરમિયાન ભૂગર્ભ ગટરની સાથે સાથે સમગ્ર શહેરમાં લોકોને પીવાનું શુદ્ઘ પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાના ખર્ચે કર્યો છે તેથી નવી પાઇપ લાઇન તથા એક નવી વોટર ટેંક નો કામ કર્યું હતું જે આજદિન સુધી એટલે કે ત્રણ વર્ષ થવા આવેલ છે છતાં પાણીની ટેન્ક અને નવી પાઇપ લાઇન પીવાની પાણીની જે કામ હજુ સુધી શરૂ કર્યું નથી તે બાબતનું દુઃખ છે પીવાના પાણીની પાઇપલાઇન ટેસ્ટિંગ અને ત્યાર બાદ સમયસર પીવાના પાણીનું વિતરણ વ્યવસ્થા શહેરના મોટા ભાગમાં વિસ્તારમાં કરવામાં આવેલ નથી તથા ભાજપ શાસિત નગરપાલિકાના શાસન દરમિયાન લોકોને સુવિધા મળે તે હેતુથી રાજય સરકારની ગ્રાન્ટમાંથી શહેરમાં એક નવી શાકમાર્કેટ તેમજ મટન માર્કેટનું કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ કરવામાં આવેલ છે જે આજે બંને માર્કેટ ત્રણ વર્ષથી બિસ્માર હાલતમાં પડેલ છે. અગાઉ ભાજપના શાસિત નગરપાલિકા દ્વારા નિયમ મુજબ દરેક વેપારીઓને શાકમાર્કેટની જગ્યા ફાળવવામાં આવેલી હતી તે પ્રમાણે નગરપાલિકાએ અદ્યતન સુવિધા ધરાવતી શાકમાર્કેટ તેમજ મટન માર્કેટ નું નિર્માણ કરેલ હોવા છતાં આજદિન સુધી વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી નથી ધોરાજી નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કે આયોજન કરવામાં આવેલ નથી.

(12:58 pm IST)