Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જુનાગઢમાં શ્યામ મહિલા મંડળ દ્વારા ઇનામ વિતરણ સન્માનોત્સવ કાર્યક્રમ યોજાયા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૮ : અહીંના શ્યામ મહિલા મંડળ દ્વારા ગણેશ ચતુર્થી નિમિતે ઇકો ફ્રન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવવાની સ્પર્ધાના વિજેતાને ઇનામ વિતરણ તેમજ સેવાભાવી ડોકટરોના સન્માન કાર્યક્રમનું આયોજન કરેલ હતું.

આ પ્રસંગે ઇકો ફ્રેન્ડલી ગણેશમૂર્તિ બનાવવાની સ્પર્ધામાં પાંચ વિજેતાને ઇનામો આપવામાં આવેલ. જયારે જાન હે તો જહાન હેર સેમીનારમાં જુનાગઢના સેવાભાવિ ડોકટર ગુર્જર ક્ષત્રિય સમાજ માટે ગૌરવરૂપ એવા ડોકટર શૈલેષ જાદવનું જ્ઞાતિ પ્રમુખ જુનાગઢમાં મેયર ધીરૂભાઇ ગોહેલના અધ્યક્ષસ્થાને સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શ્યામ મહિલા મંંડળના પ્રમુખ મીનાબેન ગોહેલ, કિશોરભાઇ ચોટલીયા, ભરતભાઇ ભાલીયા, ચામુંડાશકિત મહિલા મંડળના પ્રમુખ આરતીબેન જોષી દ્વારા પણ ડો. જાદવનું સન્માન કરેલ. ડો. જાદવે હાલની કોરેના પરિસ્થિતિ વચ્ચે લોકોએ કેવી પ્રકારની કાળજી રાખવી તે વિશે માર્ગદર્શન આપેલ હતું.

આ કાર્યક્રમ સ્થળે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટનો સ્ટોલ પણ રાખેલ જેમાં નાશની મશીન, સેનેટાઇઝર, ઉકાળા આર્યુ. દવાનું વિતરણ કરવામાં આવેલ તેમજ રાહતદરે ફુલ સ્કેપ ચોપડા વિતરણ કરેલ.

કાર્યક્રમનું સંચાલન કન્વીનર કિશોરભાઇ ચોટલીયા તથા ભરતભાઇ ભાલીયા, સ્વાગત પ્રવચન કંચનબેન ચૌહાણ અને આભારવિધિ મીનાબેન ગોહેલ, ખજાનચી છાંયાબેન ચોટલીયા, અરૂણાબેન ભાલીયા, કંચનબેન ચૌહાણ, ભાવનાબેન ચાવડા, મીનાબેન ખેતાણી, રેખાબેન ચૌહાણ, પારૂલબેન જેઠવા, પારૂલબેન સાપરા, ચાંદનીબેન ચાવડા, સંધ્યાબેન રાઠોડ, રંજનબેન મોરવાડીયા, નિમિષાબેન રાઠોડ, હેતલબેન ટાંક, દપાબેન પરમાર, જયાબેન ટાંક, રેખાબેન ટાંક, સેજલબેન ટાંક, ઉષાબેન ચાવડા, જયશ્રીબેન ચાવડા, દક્ષાબેન ચાવડા, મિતલબેન પરમાર ઉપસ્થિત રહ્યા હતાં.

(12:55 pm IST)