Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જૂનાગઢમાં પિતા પર અને વિસાવદરમાં માતા પર પુત્રનો હુમલો

નજીવી બાબતમાં માતા-પિતા સાથે મારામારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: નજીવી બાબતમાં માતા-પિતા સાથે મારામારી કરવાનાં બનાવમાં વધારો થયો હોય તેનું જુનાગઢમાં પિતા પર અને વિસાવદરમાં માતા પર પુત્રએ હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવેલ છે.

જુનાગઢનાં જમાલવાડી વિસ્તારમાં રહેતા મયુદીન અબ્દુલ શેખ (ઉ.વ. ૩પ) ઉપર ગઇકાલે તેનાં પુત્ર કયામતે નજીવી બાબતથી ઉશ્કેરાઇ જઇ છરી વડે હુમલો કરી માથાનાં ભાગે ઇજા પહોંચી હતી.

આ જ પ્રમાણે જૂનાગઢના ઢેબર ફળીયામાં રહેતા પરિમલભાઇ નીતીરાય વોરા (ઉ.વ. ૭ર) ને તથા પત્ની ભાવનાબેનને પુત્ર બ્રિજેશે ઢીકાપાટુનો માર મારી જાનથી પતાવી દેવાની ધમકી આપી હતી.

તેમજ વિસાવદરનાં હનુમાનપરા વિસ્તારમાં રહેતા પ્રભાબેન રામભાઇ પરમાર (ઉ.વ. ૬૦) નામના વૃધ્ધા તેમજ તેમનાં પતિ સાથે ગઇકાલે પુત્ર વિજયે નાની-નાની બાબતોમાં ઝઘડો કરી પ્રભાબેનને વિજયે ગાળો કાઢી અને ડાબા પગમાં પથ્થર મારી ઇજા પહોંચાડી હતી.

માતા-પિતા પરનાં આ ત્રણ હુમલાનાં બનાવ અંગે પોલીસે ફરિયાદ લઇ પુત્રો સામે ધોરણસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:51 pm IST)