Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જૂનાગઢ જિલ્લામાંથી કોંગ્રેસમાં જોડાતા યુવાનો

જૂનાગઢઃ રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે સરકારથી નારાજ મોટા ભાગનો વર્ગ અવીરત પ્રવાહમાં જૂનાગઢ જિલ્લા કોંગ્રેસમાં જોડાય રહ્યો છે. હમણા તાજેતરની ચુંટણીની ચર્ચાઓની શરૂઆત થતા જ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નટુભાઇ પોકીયાના નેતૃત્વમાં વિશ્વાસ મુકીને વિવિધ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં યુવાનો સહિત ૧૫૦ જેટલા મુખ્ગ આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાયેલા છે. ત્યારે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની તૈયારીઓ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પક્ષે તા. ૧/૯/૨૦૨૦ થી આરંભી દીધી છે. દર વખતે એવુ બને છે કે જ્યારે ચૂંટણીઓ જાહેર થાય ત્યાર પછીથી ચુંટણીઓની કામગીરી શરૂ કરાતી હોય છે. પરંતુ આ વખતે લોકોનો ભાજપ વિરોધી જુવાળ અને લોકોની મીઝાજ જોઇને જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી નટુભાઇ પોકીયાએ તાલુકે તાલુકે જાતે હાજર રહીને બબે વખત મીટીંગો અને પ્રવાસો પૂર્ણ કરેલ છે. અને આવનારી ચુંટણીમાં લોકોની નિષ્ઠાથી સેવા કરી શકે અને કોંગ્રેસ પક્ષને કાયમ માટે વફાદાર રહે તથા કયારેય મતદારો સાથે દ્રોહ ન કરે તેવા ખાનદાન આગેવાનોને ૫ સાક્ષીઓની ભલામણથી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં પસંદ કરવાની પ્રક્રીયા શરૂ કરી દીધેલ છે. તસ્વીરમાં કોંગ્રેસમાં જોડાયેલ યુવાનો નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોષી તસ્વીરઃ મુકેશ વાઘેલા. જૂનાગઢ)

(12:49 pm IST)