Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બરડીયાની સગીરા પર વિસાવદરનાં શખ્સનો અવાર નવાર બળાત્કાર

પિતા અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચરતો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: બરડીયા ગામની સગીરા પર વિસાવદરનાં સતિષ ગોહિલ નામનાં શખ્સે અવારનવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદથી પોલીસે દુષ્કર્મીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, વિસાવદર તાલુકાનાં બરડીયા ગામે રહેતા એક પરિવારની ૧ર વર્ષ ૩ માસની ઉંમરની સગીર પુરી પર વિસાવદરનો સતિષ કાળુ ગોહિલ નામનાં શખ્સે સગીરાને તેના ભાઇ અને ભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો.

તેમજ ભોગ બનનાર કિશોરીને લગ્નની લાલચ આપી તેણીનું અપહરણ કરી બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હોવાની ફરિયાદ સતિષ ગોહિલ વિરૂધ્ધ ગઇકાલે સાંજે સગીરાએ નોંધાવતા પી.આઇ. એન. આર. પટેલે જાતે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

પંદર દિવસ અગાઉનાં આ બનાવ અંગેની વધુ વિગતો એવી છે કે, વિસાવદરનો સતિષ કાળુ બરડીયા ગામે કુવો ગાળવાનાં કામે જતો હતો ત્યારે સગીરાને પોતાનો શિકાર બનાવી હતી.

પી.આઇ. પટેલે સગીરાની ફરિયાદનાં પગલે ત્વરિત તપાસ હાથ ધરી સતિષ ગોહિલની ગઇકાલે સાંજે જ અટકાયત કરી લીધી હતી તેનો કોરોના ટેસ્ટ અને સગીરાનાં મેડિકલ ચેકઅપની તજવીજ હાથ ધરી છે.

(12:49 pm IST)