Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

જૂનાગઢમાં બે શખ્સની દેશી પિસ્ટલ સાથે ધરપકડ

એસઓજી દ્વારા રાત્રે સફળ ઓપરેશન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: તાજેતરમાં જુનાગઢ ક્રાઇમ બ્રાંચે ગુજરાતમાં હથિયારોની ગલેરકાયદે સપ્લાય કરનાર મધ્ય પ્રદેશનાં ત્રણ શખ્સોને પકડી પાડયા બાદ પરવાના વગરનાં હથિયારો અને આરોપી શોધી કાઢવા એસ.પી. રવિ તેજા વાસંમરોટ્ટીએ સુચના જારી કરતાં એસઓજીનાં પી.આઇ. ભાટીનાં માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. જે. એમ. વાળા તથા જમાદાર એમ. વી. કુવાડીયાએ સઘન તપાસ હાથ ધરી છે.

દરમ્યાન એસઓજીનાં સ્ટાફે ગત રાત્રીનાં ૮-પ૦ ની આસપાસ જુનાગઢમાં ઝાંઝરડા ચોકડી તરફ જતાં બાયપાસ રોડ પર આવેલ એક ધાર્મિક જગ્યા પાસે ઓપરેશન પાર પાડીને મહંમદ યુસુફ ઉર્ફે જાવિદ હનીફ (ઉ.વ. ૩૧) ની રૂ. રપ હજારની કિંમતની દેશી હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી.

જુનાગઢનાં ચોબારી ગામનો મહમદ યુસુફને જુનાગલઢની આશીર્વાદ સોસાયટીમાં રહેતો કમલેશ ઉર્ફે સાંઇ પ્રતાપ સીંધીએ હથિયાર આપ્યું હોવાનું ખુલતા બંને સામે કાર્યવાહી કરી હતી.

આ જ પ્રમાણે એસ.ઓ.જી.ના શ્રી કુવાડીયા વગેરેએ રાત્રીનાં ૧ર-૩૦નાં અરસામાં જુનાગઢમાં સરદાર બાગ પાસેથી સાંતલપુરનો ઇમ્તીયાઝ ઉર્ફે ઇન્તુ હબીબ દલની રૂ. ૧પ હજારની કિંમતની હાથ બનાવટની પિસ્ટલ સાથે ધરપકડ કરી હતી.

આ ઇસમે ભોજદે ગામનો તૌસિફ લંઘા પાસેથી હથિયાર મેળવ્યું હોવાનું ખુલ્યું હતું.

પોલીસે ઇમ્તીયાઝ દલ પાસેથી પિસ્ટલ તેમજ બે જીવતા કાર્ટીસ તેમજ એક ફેઇલ કાર્ટીસ કબ્જેક રી વધુ તપાસ એસઓજીનાં પી.આઇ. એચ. આઇ. ભાટીએ હાથ ધરી છે.

(12:48 pm IST)