Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

બાબરામાં કાર હડફેટે ત્રણ મહિલા અને બાળકીને ઇજા

બાબરા,તા. ૮: બાબરા ના મોટા બસ સ્ટેશન નજીક આજે સવારે ૧૦ વાગ્યા આસપાસ બાબરાના વાડળીયાની ભરવાડ સમાજ ની ત્રણ મહીલા અને એક બાળકી ચાલીને જતા હતા એ અરસામાં ફોરવીલએ હડફેટે લેતા ગંભીર ઇજા થતા બાબરા સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ તમામને રાજકોટ ખસેડવામાં આવ્યા હતા કાર રાજકોટ તરફ આવી રહી હતી. બાબરા બસ સ્ટેશન પાસે અનેક ગમખ્વાર અકસ્માતમાં અગાઉ લોકો મોતને ભેટીયા છે. બસ સ્ટેશન પાસે ટ્રાફિક સમસ્યાના કારણે અને હાઈવે હોવાથી વાહનચાલકો પૂરપાટ ઝડપે વાહનો ચલાવી રહ્યા છે અનેકવાર સ્પીડ બ્રેકર મુકવાની માંગ કરવા છતાં પણ તંત્રના પેટમાં પાણી પણ નથી ચાલતું.

(12:47 pm IST)