Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોના પોઝીટીવ લિસ્ટમાં નથી તે મૃત્યુ પામી જાય છે

દ્વારકા જિલ્લામાં ઝોનમાં નામ નથી તેવાને ત્યાં કંટેટમેન્ટ થઇ જાય છે

ખંભાીળયા તા.૮ : દેવભુમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવની સંખ્યા ઓછી હોવા છતાં પણ અનેક વખત ગરબડ થઇ જાતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

તાજેતરમાં ખંભાળિયામાં રામનાથ સોસાયટીમાં રહેતા એક વેપારી કોરોનામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા.

આ વેપારીને કોરોના સિવાય કોઇ બીમારી ના હતી તથા કોરોનાની સારવારમાં મૃત્યુ થઇ ગયુ પણ સરકારી ચોપડે  નામ જ ન હતુ. ખાનગી હોસ્પિટલવાળા સરકારી તંત્રને જાણ નથી કરતા ? સરકારી તંત્ર ઢીલીનીતિ શા માટે રાખે છે ?

બીજા એક કેસમાં રામનાથ વિસ્તારમાં જ એક સ્થળે ત્રણ દર્દી કોરોના પોઝીટીવ એક જ કુટુંબમાં હોય, માંડવા થાંભલા મારીને કંટેટમેન્ટ ઝોનમાં લગાડી દીધુ પણ કંટેટમેન્ટ જાહેરના લિસ્ટમાં તેમનું નામ જ નથી.

બંન્ને બાબતોએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે.

(12:46 pm IST)