Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સિક્કામાં પત્નિ સામે જોતા હોવાનો વ્હેમ રાખી યુવાનને માર્યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: સિકકા પોલીસ સ્ટેશનમાં વિપુલભાઈ લાખાભાઈ સાદિયા એ ફરીયાદ નોંધાવી છે કે, સિકકાના ગોકુલપુરી સોસાયટીમાં ફરીયાદી વિપુલભાઈ અનુ.જાતીના હોવાનું જાણતા હોવા છતા આરોપી મિતુલ સુરેશભાઈ અજમેરીયા એ પોતાની પત્ની સામે જોતા હોવાનો વહેમ રાખી લોખંડના પાઈપ વડે ફરીયાદી વિપુલભાઈના માથાના પાછળના ભાગે તથા આંખના નીચેના ભાગે ફેકચરની ઈજા પહોંચાડી તથા ફરીયાદી વિપુલભાઈના વાસાના ભાગે તથા બંન્ને સાથળો પર લોખંડના પાઈપ વડે મુંઢ ઈજાઓ કરી નાશી જઈ ગુનો કરેલ છે.

બિમારી સબબ વૃઘ્ધાનું મોત

અહીં કિશાનચોક, દ્વારકાધીશના મંદિરની અંદર રહેતા સુનિલભાઈ ગુલાબભાઈ ભટ્ટ, ઉ.વ.૪પ એ સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, જયોતિબેન ગુલાબભાઈ ભટ્ટ, ઉ.વ.૬પ, ને જૂની બી.પી.ની બિમારી તથા તાવ આવી જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં લાવતા મૃત્યુ પામેલ છે.

અકસ્માતે પત્નિનું મોત

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જતીનભાઈ કેતનભાઈ નાખવા એ ફરીયાદ નોંધાવી છે કે, આર.ટી.ઓ. ચોકડીથી આશાપુરા ચોકડી વચ્ચે તળાવની પાળ, જામનગરમાં ફરીયાદી જતીનભાઈ પોતાનું મોટરસાયકલ લઈને જતા હતા તે દરમ્યાન આરોપી મોટરસાયકલ રજી.નં.જી.જે.–૧૦–એ.જે.–૦૪પ૯ નો ચાલક સામેથી બેફીકરાઈથી ચલાવી જતીનભાઈના માથાના તથા મોઢાના ભાગે ગંભીર પ્રકારની ઈજા તથા શરીરે જમણા પગના પંજા ઉપર ટાંકા તથા શરીરે છોલછાલ તથા મુંઢ ઈજા તથા ફરીયાદી જતીનભાઈની પત્નીને શરીરે મુંઢ ઈજા કરી ભાગી જતા મૃત્યુ પામેલ છે.

વાંકીયા ગામની સીમમાંથી મોટરસાયકલ  ચોરાયું

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હરીસિંહ જામસિંહ ગોછરીયા એ ફરીયાદ  નોંધાવી છે કે, વાંકીયા ગામની સીમ વિસ્તારમાં ભાવેશભાઈ ડાયાભાઈ ભારોડીયાની વાડીએ  પોતાનંુ હિરો સીડી ડીલક્ષ જેના રજી.નં. એમ.પી.–૧૧–એમ.વાય.–૭૬૦૧ નું જેની કિંમત રૂ.રપ,૦૦૦/– તથા સાહેદ સુખારામભાઈનો ઓપો કંપનીનો મોબાઈલ કિંમત રૂ.પ૦૦/– મળી કુલ રૂ.રપ,પ૦૦/– ના મુદામાલ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

બોલેરો ગાડીએ પાછળથી ઠોકર મારતા ઈજા

જામજોધપુર પોલીસ સ્ટેશનમાં બાબુભાઈ ગોવિંદભાઈ બગડાએ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી બાબુભાઈ કડિયાકામ કરી નદીએ નાહી અને પોતાના ઘરે ચાલીને જતા હોય ત્યારે સીદસર ગામના ઉમીયા માતાજીના મંદિરથી સંકુલ તરફ ના ગેઈટની વચ્ચે આવેલ સ્નાનઘાટ પાસે રોડ પર આરોપી એક અજાણ્યો બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો ગાડી પુર ઝડપે ચલાવી ફરીયાદી બાબુભાઈને પાછળથી ઠોકર મારતા એકસીડન્ટ કરી માથાના પાછળના ભાગે ઈજા કરી તથા જમણા પગે સામાન્ય ઈજા કરી બોલેરો ગાડી લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

છરી સાથે શખ્સ ઝડપાયો

પંચ એ પોલીસ સ્ટેશનમાં કોન્સ. લાલજીભાઈ ગોબરભાઈ રાતડીયાએ ફરીયાદ નોંધાવી છે કે, મોટી બાણુગાર ગામના પાટીયા પાસે, આરોપી સંજયભાઈ શ્યામગીરી ગોસાઈ, રે. ભચાઉ, લાકડાના હાથાવાળી લોખંડની એકબાજુ ધારવાળી છરી કિંમત રૂ.પ૦/– સાથે જાહેરમાં નીકળતા જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

(12:45 pm IST)