Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દ્વારકા જિલ્લામાં કોરોના ગઇકાલથી પણ તળીયે પહોંચ્યો : ૩ પોઝીટીવ ૬ ડિસ્ચાર્જ

ખંભાળિયા તા.૮ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા તળીયે પહોંચી ગઇ હોય તેમ આગલા દિવસે આખા જિલ્લામાં માત્ર ૪ કેસ જ પોઝીટીવ નોંધાયા હતા અને મહિનાઓનો રેકોર્ડ થયો હતો તે પછી ગઇકાલે ૪ થી ઘટીને ર૪ કલાકમાં માત્ર ૩ જ કેસો નોંધાયા હતા જેમાં ભાણવડમાં ૧ દ્વારકામાં ૧ પણ નહી અને ખંભાળિયા, કલ્યાણપુરમાં ૧-૧ કેસ નોંધાયા હતા.

૩ પોઝીટીની સામે ભાણવડમાં ૧ દ્વારકા ર તથા ખંભાળિયા ૩ મળીને ૬ દર્દી સાજા થતા ડિસ્ચાર્જને થયા હતા હાલ કુલ પ૩ એકિટવ કેસ છે.

૩ નવા કન્ટેટમેન્ટ ઝોન

ગઇકાલે દ્વારકા જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીનાએ જાહેરનામુ બહાર પાડીને કોડાછીસોત્રમાં બેલાવાડી તા. ંભાળીયા, ગાયત્રીનગર, ખંભાળિયા તથા નવી નગરી ઓખા તા. દ્વારકામાં ૩ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યા હતા.

(12:44 pm IST)