Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

આજે સાંજે જામનગરની પીડિત સગીરા પરિવારને મળશે હાર્દિક પટેલ-ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી

સાંજે પ-૦૦ કલાકે બંને અગ્રણીઓ પીડિતાના પરિવારને રૂબરૂ મળી સરકાર સમક્ષ ન્યાયની માંગણી કરશે

(મુકુંદ બદિયાણી દ્વાર) જામનગર, તા. ૮ : જામનગરની ચકચારી સગીરા પર ગેંગરેપ સામુહિક દુષ્કર્મના સમગ્ર સૌરાષ્ટ્રમાં ઘેરા પડઘા પડયા છે. ત્યારે આ પ્રકરણને લઇને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પીડિત પરિવારના ઘેર સાંજે પ-૦૦ કલાકે રૂબરૂ મુલાકાતે જઇને પીડિત પરિવારની વ્યથા સાંભળી સરકાર સમક્ષ પીડિતાના પરિવારને ઝડપી ન્યાય અપાવવા માંગણી કરનાર હોવાનું જાણવા મળેલ છે.

(3:07 pm IST)