Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગોંડલના ડે. કલેકટરની ફરજમાં રૂકાવટ કરનાર સુલતાનપુરના ઘનશ્યામ ગોંડલીયાની ધરપકડ

બ્લ્ડ ડોનેશન કંપની મંજુરીની અરજી પૂર્તતા કરી આપવાનું કહેતા ઓફિસમાં ઘુસી જઇ તોછડુ વર્તન કરી ફરજમાં રૂકાવટ કરતા કાર્યવાહી

રાજકોટ, તા. ૮  ગોંડલ તાલુકા સેવાસદન કચેરીમાં ડે. કલેકટર આર.જી. આલ.ની ઓફિસમાં બ્લડ ડોનેશન કેમ્પની મંજુરી માટે ઘુસી જઇ તોછડુ વર્તન કરી ફરજમાં રૂકાવટ કરનાર સુલતાનપુરના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ સુલતાનપુર ગામના ઘનશ્યામ ગોંડલીયાએ બ્લડ ડોનેશન કેમ્પના આયોજન માટે ગોંડલ ડે. કલેકટર કચેરીમાં અરજી કરી મંજુરી માંગી હતી પરંતુ અરજીમાં વિગત અધુરી હોય તે પૂર્તતા કરી આપવાનું કહેતા ઘનશ્યામ ગોંડલીયા થોડીવાર બાદ ફરી ડે. કલેકટર કચેરીમાં આવ્યો હતો ડે. કલેકટર આર.જી.આલ  અન્ય અગત્યની કામગીરીમાં રોકાયેલ હોય તેઓએ દરવાજા પરના કર્મચારીને કોઇને ઓફિસમાં દાખલ નહી થવા દેવાની સુચના આપી હોવા છતાં ઘનશ્યામ બળજબરી પૂર્વક ડે. કલેકટર આર.જી.આલની ઓફિસમાં ઘુસી જઇ તોછડુ વર્તન કરી બ્લડ ડોનેશન કેમ્પ માટે મંજુરી આપવા દબાણ કરી ડે. કલકેટર આર.જી.આલ તથા અન્ય કર્મચારીઓ સાથે ફરજમાં રૂકાવટ કરી હતી.

આ અંગે ડે. કલેકટર આર.જી. આલએ સીટે પોલીસને જાણ કરતા પોલીસે ડે. કલેકટરની ફરીયાદ ઉપરથી સુલતાનપુરના ઘનશ્યામ ગોંડલીયા સામે ફરજમાં રૂકાવટનો ગુન્હો દાખલ કરી ઘરપકડ કરી હતી.

(12:03 pm IST)