Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ધ્રાંગધ્રામાં રહેતા બે લોકોના કેનાલમાં પડી જતા મોત

વઢવાણ,તા.૮ :  ફરીયાદી વિજયભાઈ ભરતભાઈ મકવાણા  ચુ.કોળી (ઉં.વ.૩૪) ધંધો કડીયાકામ રહે.જનતા જીન પાછળ રેલ્વે સ્ટેશન રોડ ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર નાએ ફરીયાદ નોંધાવેલ છે કે, તા.૦૫/પહેલા કોઇપણ સમયે બાવળી કેનાલ ઉપર  (૧) કલ્પેશભાઈ ભરતભાઈ મકવાણા  ચુ.કોળી (ઉં.વ.૨૮) (૨) અખીલ કલ્પેશભાઈ ભરતભાઈ મકવાણા (ઉવ.૦૨)રહે. બન્ને જનતા જીન પાછળ રેલ્વે સ્ટેશન રોડપિતા તથા પુત્ર બાવળી જીવા ગામની કેનાલ પાસે પોતાના સસરાની વાડીએ ગયેલ હતા અને પરત આવતી વખતે કેનાલ કાંઠે ઉભા હોય અને કોઈ કારણોસર પગ લપસી જતા બન્ને જણા કેનાલમાં પડી જઈ ડુબી જતા મરણ ગયા બાબત તપાસ પો.હેડ કોન્સ.   કે.એચ.ડોડીયા કરે છે.

લખતરમાં મારામારી

લખતર પો.સ્ટે લતાબેન નરોતમભાઇ રામજીભાઇ પુરબીયા વાલ્મીકી ઉં.વ.૪૦ ધંધો ઘરકામ રહે. જુગતરામ દવે સોસાયટી ભૈરવપરાનાએ ફરીયાદ નોંધાવેલ છે કે, ભૈરવપરા વિસ્તારમા ફરીયાદીના ઘર પાસે આરોપી (૧)ધનજીભાઇ લાલજીભાઇ વાઘેલા જાતે અનુ.જાતિ (૨) ચિંતનભાઇ ધનજીભાઇ  અનુ.જાતિ (૩) આશિષભાઇ ધનજીભાઇ અનુ.જાતિ (૪) અભિ ધનજીભાઇઅનુ.જાતિ (૫) નરશીભાઇ લાલજીભાઇ અનુ.જાતિ (૬) અજયભાઇ નરશીભાઇ અનુ.જાતિ જાતે વાલ્મીકી રહે.તમામ લખતર તા.લખતર ફરીયાદી તથા આરોપીઓના પરીવારને અગાઉ ઝદ્યડાઓ થયેલ હોય જે વાતનુ મનદુઃખ રાખી આરોપી નં.૧નાએ ફરીયાદીના પતિ સાથે સામે કેમ જોવે છે તેમ કહી ગાળો આપતા ફરીયાદીના પતિએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી લોખંડના પાઇપ જેવા પ્રાણદ્યાતક હથિયર ધારણ કરી આરોપી નં.૧ તથા આરોપી નં.૨નાએ ફરીયાદીના પતિને લોખંડના પાઇપ વડે કપાળ તથા માથાના ભાગે ઇજા કરી ડાબી આંખના બાજુમા ફેંકચર ઇજા કરી તથા આરોપી નં.૩ થી ૬ નાએ ફરીયાદીના પતિને પકડી રાખી તથા ફરીયાદીને ધકકો મારી પાડી દઇ પગના ભાગે સામાન્ય મુંઢ ઇજા કરી ફરીયાદી તથા સાહેદોને જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુન્હો કર્યા બાબત. આ બનાવની તપાસ પો.હેડ કોન્સ. એસ.એ. મલેક કરે છે.

સાયલામાં તમંચો ઝડપાયો

 સાયલા સંતકૃપા સોસાયટી આરોપી વિનુભાઇ બાબુભાઇ ચાવડા ચુ.કોળી ઉં.વ.૩૩ રહે.મોટા કેરાળા દેશી હાથ બનાવટનો તમંચો નંગ-૧ કિં.રૂ.૨,૦૦૦/- તથા જીવતા કાર્ટીસ નંગ-૦૩ કિં.રૂ.૩,૦૦/- તથા એક સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૫,૦૦/- તથા બજાજ ડિસ્કવર મોટરસાયકલ જેની કિં.રૂ.૧૦,૦૦૦/- ની પોતાના કબ્જામાં રાખી પોલીસ રેઇડ દરમિયાન પકડાઇ ગયેલ છે.

(12:02 pm IST)