Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગિર સોમનાથ જિલ્લાના નિરીક્ષક તરીકે અમરીશભાઇ ડેર, રફીકભાઇ મોગલ, દિનેશભાઇ મકવાણા

સાવરકુંડલા,તા. ૮: ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસના નિરીક્ષક તરીકે ધારાસભ્ય અમરીશભાઇ ડેર, એડવોકેટ રફીકભાઇ મોગલ અને પ્રદેશ કોંગ્રેસ અગ્રણી દિનેશભાઇ મકવાણાની નિયુકિત કરવામાં આવેલ હતી.

આગામી આવનારી જિલ્લા તાલુકા પંચાયત સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઇ ચાવડાએ ગીર સોમનાથ જિલ્લાના નિરીક્ષક તરીકે કોંગ્રેસના કદાવર નેતા ધારાસભ્ય અમરીશભાઇ ડેર અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિને ખૂબ જ સંગઠિત અને સજીવન બનાવવા નોંધપાત્ર કામગીરી કરનાર એડવોકેટ રફીકભાઇ મોગલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી સૌરાષ્ટ્ર કોળી સમાજના અગ્રણીશ્રી દિનેશભાઇ મકવાણાની નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવતા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસને ખૂબ જ ફાયદો થશે.

(12:01 pm IST)