Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાણાવાવનો યુવાન રાજકોટમાંથી ચોરી કરેલ બાઇક સાથે ઝડપાયો

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૮: રાણાવાવનો અમીત દિલીપભાઇ કારેણા (ઉ.વ.૧૮)ને રાજકોટમાંથી ચોરી કરેલ બાઇક સાથે પોલીસે રાણાવાવમાંથી પકડીને ગુન્હો નોંધ્યો છે.

જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓ દ્વારા જિલ્લામાં વાહન ચોરીની ગે.કા. પ્રવૃતિ નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર જે.સી. કોઠીયાનાઓના માર્ગદર્શન હેઠળ પો.સબ ઇન્સ. વાય.પી. પટેલ તથા ઉદ્યોગનગર પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો.સ્ટે. વિસ્તાર પેટ્રોલીંગમાં હતાં. દરમ્યાન પો.કોન્સ. હોથીભાઇ અરજનભાઇ તથા પો.હેઙકોન્સ. ચેતન ગીગાભાઇ મોઢવાડીયાનાઓએ આદિત્યાણા રોડ કોલીખડા બાયસપાસ આવતા રોડ ઉપર આવતા એક ઇસમ મોટર સાયકલ લઇ આવતો જણાતા જેના પર શંકા જતા જેને રોકી ચેક કરતા મોટર સાયકલમાં નંબર પ્લેટ ન હોય જેથી મોટરસાઇકલના રજી. કાગળો માંગતા નહીં હોવાનું જણાવતા મોટર સાયકલના એન્જીન ચેસીસ નંબર પોકેટ કોપમાં ચેક કરતા તથા પૂછપરછ કરતા સદરહુ મો.સા.ના નંબર જીજે-૦૩-કેએમ-૦૮૧પના હોય અને જે મો.સા.ચોરાયેલ હોય અને ચોરી બાબતે રાજકોટ ભકિતનગર પો.સ્ટે.માં ગુન્હા રજી. થયેલ હોય જેથી મો.સા. ચાલક અમીત દિલીપભાઇ કારેણા ઉ.વ.૧૮ રહે. રાણાવાવ ગોપાલપરા ગાયત્રી મંદિર સામેની પૂછપરછ કરતા સદરહું મો.સા. ચોરીનું હોવાનું જણાવતા ઇસમ પાસેથી સદરહું મો.સા. સીઆરપીસી  ક.૧૦ર મુજબ કબ્જે કરી મજકુરને સીઆરપીસી ક. ૪૧ (૧) ડી મુજબ ધોરણસર અટક કરેલ અને રાજકોટ ભકિતનગર પો.સ્ટે.મો.સા. ચોરીનો અનડિટેકટ ગુન્હો ડિટેકટ કરેલ છે.

આ કામગીરીમાં રોકાયેલ અધિકારી-કર્મચારી ઉદ્યોગનગર પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. વાય.પી. પટેલ તથા પો.હેઙ કોન્સ. ચેતન ગીગાભાઇ મોઢવાડીયા તથા પો.કોન્સ.હોથીભાઇ અરજનભાઇ, હિમાંશુભાઇ ગોપાલભાઇ, ભરતભાઇ ભનુભાઇ તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ વિગેરે રોકાયેલ હતા.

(12:01 pm IST)